શોધખોળ કરો
આતંકી હાફિઝ સઈદ દોષીત જાહેર, પાકિસ્તાનના ગુજરાતમાં ટ્રાન્ફસર કરાયા કેસ
ભારત સરકારે પાકિસ્તનને હાફિજ સઈદ વિરુદ્ધ કેટલાક સબૂત રજૂ કર્યા છે પરંતુ પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ એક્શન લેવા તૈયાર નથી.

ઇસ્લામાબાદ: મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિજ સઈદને પાકિસ્તાનની ગુજરાંવાલા કોર્ટે દોષી ઠેરવ્યો છે. હાફિઝ સઈદ સાથે જોડાયેલા કેસ હવે લાહોરની કોર્ટથી પાકિસ્તાનના ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 17 જુલાઈએ ગુજરાંવાલા જતી વખતે હાફિજ સઈદની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝને મની લૉન્ડ્રિંગ અને ટેરર ફંડિગ મામલે ધરપકડ કરી હતી.
હાફિઝ સઈદ 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલાનો આરોપી છે. આ સિવાય પણ તેન સંગઠન જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબાએ ભારતની ધરતી પર આતંક ફેલાવ્યો છે. ભારત સરકારે પાકિસ્તનને હાફિજ સઈદ વિરુદ્ધ કેટલાક સબૂત રજૂ કર્યા છે પરંતુ પાકિસ્તાન મુંબઈ હુમલા મામલે કોઈ એક્શન લેવા તૈયાર નથી.Hafiz Saeed held guilty by Gujranwala court; case shifted to Gujrat (Pak): Pakistan media reports. (File pic) pic.twitter.com/zOsCWDmeA0
— ANI (@ANI) August 7, 2019
વધુ વાંચો





















