શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડિઝલના ભાવ સતત છઠ્ઠા દિવસે વધ્યા, જાણો કેટલો વધ્યો ભાવ?
આજે પેટ્રોલમાં 57 પૈસા અને ડિઝલમાં 59 પૈસાનો વધારો થયો છે. 6 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો છે.
નવી દિલ્લીઃ દેશમાં સતત છઠ્ઠી વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલમાં 57 પૈસા અને ડિઝલમાં 59 પૈસાનો વધારો થયો છે. 6 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો છે. ભાવ વધારાને કારણે લોકોના ખિસ્સા પર ભાર વધ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 40 ડોલરે પહોંચતા સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલનો ભાવ ગયા મહિના કરતાં લગભગ બમણો થયો છે.
નોંધનીય છે કે , કોરોના મહામારીને પગલે ઊભી થયેલી સ્થિતિમાં એક્સાઈઝ ડયુટીમાં વધારા અને માગમાં ઘટાડાને પગલે ઓઈલ કંપનીઓએ માર્ચના મધ્યથી 80 દિવસ કરતાં વધુ સમયથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનું વલણ અપનાવ્યું હતું. દેશમાં તબક્કાવાર લોકડાઉન હટાવતા અને છૂટછાટ આપતાં પેટ્રોલ-ડિઝલની માગ વધી રહી છે. પરિણામે ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું વલણ અપનાવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ જણાવ્યું હતું કે એપ્રિલ 2020ની સરખામણીમાં ગયા મહિને બધી જ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધીને લગભગ બમણો થઈ ગયો હતો.
ભારતમાં ઈંધણના દર હવે છેલ્લા સાડા ચાર મહિનાની ટોચે પહોંચ્યા છે. માર્ચ મહિનાથી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલમાં બે વખત એક્સાઈઝ ડયુટીમાં વધારો કર્યો છે. મોટાભાગની રાજ્ય સરકારોએ પણ વેટ અથવા સેસમાં વધારો કર્યો હતો. આમ, પેટ્રોલ અને ડિઝલના રીટેલ ભાવમાં 70 ટકા હિસ્સો સરકારી ટેક્સનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement