શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ વિધવા યુવતી સાથે લોહીનો સંબંધ ધરાવતા ક્યા નરાધમે શારીરિક સંબંધ બાંધ્યા એ જાણીને કરશો થૂ થૂ, કેટલાં વર્ષ ચાલ્યો આ અત્યાચાર ?
દોઢ વર્ષ પહેલાં આ વિધવાના ફરી લગ્ન થયાં હતાં અને જ્ઞાતિના રિવાજ મુજબ દિયરવટુ વાળ્યુ હતું.
રાજકોટઃ રાજકોટમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં પુરૂષે સંબધોને લાંચ્છન લગાડ્યું છે. આ હેવાને જુવાનીમાં વિધાવ બનેલી પોતાની સગી બહેનને પોતાના ઘરે રહેવા બોલાવીને તેની સાથે પરાણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પણ 16 વર્ષ સુધી તેને હવસનો શિકાર બનાવતો હતો. વરસો સુધી ચાલેલા અત્યાચાર પછી તાજેતરમાં બહેનના લગ્ન દિયર સાથે થતાં તેણે પોતાની આપવિતી પરિવારને સંભળાવતાં તેમણે હિંમત આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ શરમજનક ઘટનાની વિગત એવી છે કે, આ મહિલાનાં લગ્ન 22 વર્ષ પહેલાં જ્ઞાતિના યુવક સાથે થયાં હતાં અને એક સંતાન થયું હતું. લગ્નના સાત વર્ષ પછી પતિનું અકસ્માતમાં અવસાન થતાં ભાઈએ વિધવા બહેનને એકલી રહેવાના બદલે પોતાની સાથે રહેવા બોલાવી લીધી હતી.
થોડા સમય પછી આ નરાધમે સગી બહેન સાથે પોતાના જ ઘરમાં પરાણે શારિરીક સબંધ બાંધ્યો હતો. એ પછી આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો. મજબૂર બહેન તાબે ન થયા તો માર મારીને હેવાન તેની સાથે શારરિક સંબંધ બાંધ્યા કરતો હતો. સમાજમાં બદનામી ન થાય એટલે વિધવા બહેન ભાઈની હેવાનીયત સહેતી હતી.
દોઢ વર્ષ પહેલાં આ વિધવાના ફરી લગ્ન થયાં હતાં અને જ્ઞાતિના રિવાજ મુજબ દિયરવટુ વાળ્યુ હતું. લગ્ન પછી મહિલા પુત્રને લઈને સાસરે રહેવા ચાલી ગઈ હતી. જો કે સાસરીયે ગયેલી મહિલાનો ભાઈએ પીછો છોડયો ન હતો. ભાઈ તેની સાસરીમાં જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો. આ અત્યાચાર વધી જતા મહિલાએ પરિવારને વાત કરીને ભાઈની પાપલીલાનો પરિવારજનોના સાથથી ભાંડો ફોડીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઈપીસી 376, 506(2), 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement