શોધખોળ કરો

મુંબઈની હોટલમાં ASI ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજ એક જ રૂમમાં રોકાયા હતા? જાણો વિગત

15 દિવસ પૂર્વે ખુશ્બુ અને રવિરાજસિંહ સહિત ચાર વ્યક્તિ મુંબઈ ફરવા ગયા હતાં. તે દરમિયાન પ્રેમી સાથે પડાવેલી 60 જેટલી તસવીરો ખુશ્બુએ પોતાની પાસે સાચવી રાખી હતી એટલું જ નહીં રવિરાજે ચૂકવેલા બિલ પણ રાખ્યા હતા.

રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલા ASI ખુશ્બુ કાનાબારે તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને ગોળી મારી હત્યા કરી ત્યાર બાદ પોતે આપઘાત કરી લેવાના ચકચારી કેસમાં પોલીસ જેમ જેમ તપાસ આગળ કરી રહી છે તેમ તેમ ખુશ્બુના કિસ્સા બહાર આવી રહ્યા છે. પંદર દિવસ પૂર્વે ખુશ્બુ અને રવિરાજસિંહ સહિત ચાર વ્યક્તિ મુંબઈ ફરવા ગયા હતાં. તે દરમિયાન પ્રેમી સાથે પડાવેલી 60 જેટલી તસવીરો ખુશ્બુએ પોતાની પાસે સાચવી રાખી હતી એટલું જ નહીં રવિરાજે ચૂકવેલા બિલ પણ રાખ્યા હતા. ખુશ્બુએ આ તમામ વસ્તુઓ પોતાની સલામતી માટે રાખી હતી કે, રવિરાજ સાથેના સંબંધ પુરવાર કરવા આગોતરું આયોજન કર્યું હતું તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પંદર દિવસ પૂર્વે ખુશ્બુ, રવિરાજસિંહ, વિવેક કુછડિયા અને વિવેકની પત્ની મુંબઈ અને માથેરા ફરવા ગયા હતા. મુંબઇમાં એક રાત્રીના ખુશ્બુ અને રવિરાજ એક રૂમમાં રોકાયા હતા ત્યારે રવિરાજની પત્નીનો ફોન રવિરાજ પર આવતાં ખુશ્બુ ઉશ્કેરાઈ હતી અને ઝઘડો શરૂ થી ગયો હતો. ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે રવિરાજે બાજુના રૂમમાં સૂતેલા કુછડિયાને ફોન કરીને બોલાવવા પડ્યાં હતાં ત્યારક બાદ કુછડિયા તથા તેની પત્ની રૂમમાં દોડી આવ્યા હતાં. કુછડિયા પહોંચ્યા ત્યારે રવિરાજસિંહે તમામ કપડાં પહેરેલા હતાં. પરંતુ ખુશ્બુ માત્ર આંતરવસ્ત્રમાં જ જોવા મળી હતી અને કુછડિયા દંપતીએ ખુશ્બુને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસને ખુશ્બુના ફ્લેટમાંથી 60 જેટલા ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતાં. જે ફોટોગ્રાફ્સ મુંબઈ અને માથેરાના હતા. ખુશ્બુએ પોતાના મોબાઈલથી ફોટા પાડ્યા હતા. તમામ ફોટોગ્રાફ્સ મોબાઈલમાં સુરક્ષિત રહે તેમ હોવા છતાં ખુશ્બુએ 60 ફોટોગ્રાફ્સની હાર્ડ કોપી પણ કઢાવી હતી. એટલું જ નહીં મુંબઈ માથેરા ફરવાનો ખર્ચ રવિરાજે આપ્યો હતો અને હોટેલ સહિતના તમામ બિલ પણ ખુશ્બુએ સાચવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિરાજ દરરોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ ખુશ્બુના ઘરે જતો હતો અને રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે પોતાના ઘરે જવા રવાના થતો હતો. ઘરે ગયા બાદ પણ રવિરાજ ખુશ્બુને મેસેજ કરતો, હું ઘરે પહોંચી ગયો છું, સોરી હું તારી સાથે રહી શકું નહીં અને ત્યારબાદ ત્રણ વખત સોરી, સોરી, સોરી પણ લખતો હતો.

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget