Rajkot Gamezone fire: ગેમઝોનમાંથી દારુની ખાલી બોટલો અને બીયરના ટીન મળ્યા
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 28 લોકોના મોત થયા છે.આ દુર્ઘટના અંગેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. રાજ્ય સરકારે આ આગકાંડને લઈ SITની રચના કરી છે.
Rajkot Game Zone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 28 લોકોના મોત થયા છે.આ દુર્ઘટના અંગેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. રાજ્ય સરકારે આ આગકાંડને લઈ SITની રચના કરી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગેમ ઝોનમાંથી દારુની ખાલી બોટલો મળી આવી છે. અહીં દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હોવાની શંકા છે. સાથે જ બીયરની પેટી પણ મળી આવી છે.
ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી નશાનો સામાન મળી આવ્યો છે. ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી બીયરની પેટીઓ મળી આવી છે. પોલીસ દ્વારા તપાસ કરતા બીયર મળી આવ્યા છે. ગેમઝોનના માલિકો દ્વારા મોટી પાર્ટીઓ કરવામાં આવતી હતી. ધવલ કોર્પોરેશન TRP ગેમઝોનના કેમ્પસમાં આવેલું છે. ઓફિસની અંદરથી બીયર મળી આવ્યા છે. 8 બીયરના ટીન મળી આવ્યા છે.
રાજકોટ TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અકસ્માતમાં બાળકોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લઇને સુઓમોટો લીધું છે. કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું છે કે આ વિસ્તારમાં ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી.
રાજકોટમાં ગેમિંગ ઝોનની ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. રાજકોટના ગેમિંગ ઝોનમાં બાળકો સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે આ માનવસર્જિત આફત છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે. આ મામલે સોમવારે ફરી સુનાવણી થશે.
ટીમ કેસની SIT તપાસ કરશે
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.