શોધખોળ કરો
Advertisement
રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, સાર્વત્રિક વરસાદને લઈ રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર
રાજકોટમાં પડેલા સાર્વત્રિક વરસાદથી રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર છે. રાજકોટ જિલ્લાના નવ ડેમ છલોછલ થયા છે જ્યારે 15 ડેમ ઓવરફ્લો થયા છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેરના બસ સ્ટેન્ડ, કાલાવડ રોડ, લિમડા ચોક, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ, એયરપોર્ટ, યાજ્ઞિક રોડ, માલવિયા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
રાજકોટમાં પડેલા સાર્વત્રિક વરસાદથી રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર છે. રાજકોટ જિલ્લાના નવ ડેમ છલોછલ થયા છે જ્યારે 15 ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટમાં SDRFને તૈનાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટો ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક થઈ છે. ગોંડલના લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં જળસપાટી 31.50 ફૂટ પર પહોંચી છે. રાજકોટ જિલ્લાને ભાદર ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે.
રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement