શોધખોળ કરો

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દોઢ ઈંચ વરસાદ, રસ્તાઓ જળબંબાકાર.
  • ઉપલેટા પંથકના ગામોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા.
  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું રેડ એલર્ટ જાહેર.
  • જૂનાગઢના માંગરોળમાં 7.28 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત થયું.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ જિલ્લના  ઉપલેટામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદને કારણે ઉપલેટામાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ઉપલેટાના ઝકરિયા ચોક,  અશ્વિન ચોક,  બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.  

આજે ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ ગામમાં ભારે વરસાદ વરસ્યો છે.  ચરેલીયા, ખારચિયા,રાજપરા,ઢાંક અને ગધેથડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.  ઉપલેટા તાલુકાના સાતવડી ગામનો ડેમ 42 ફૂટની સપાટી પર પહોંચી ગયો છે. ઉપલેટા પંથકમાં આજે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 

ઉપલેટા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

ભારે વરસાદને પગલે ઉપલેટા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. સમગ્ર શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું કે,  આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  રેડ એલર્ટ સમયે પ્રતિ કલાકે 41થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.       

19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.    

હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.   

Frequently Asked Questions

ઉપલેટામાં આજે કેટલો વરસાદ વરસ્યો?

ઉપલેટા શહેરમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો. આને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

ઉપલેટામાં વરસાદને કારણે કયા વિસ્તારોમાં પાણી ભરાયા હતા?

ઉપલેટાના ઝકરિયા ચોક, અશ્વિન ચોક અને બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી શું અસર થઈ?

ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. ઉપલેટા તાલુકાના સાતવડી ગામનો ડેમ 42 ફૂટની સપાટી પર પહોંચી ગયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં કયા એલર્ટ જાહેર કર્યા છે?

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 19 જિલ્લાઓમાં ઓરેન્જ અને 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ અપાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget