શોધખોળ કરો

રાજકોટ: ફનબ્લાસ્ટ ગેમઝોનમાં શોર્ટ સર્કિટથી નાસભાગ, TRP જેવી મોટી દુર્ઘટના બનતા અટકી

કાલાવડ રોડ પર આવેલા ગેમઝોનમાં રવિવારની ભીડ વચ્ચે સ્પાર્ક થતા અફરાતફરી; ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી, તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું, ગેમઝોન પાસે ફાયર NOC હોવાનો તપાસમાં ખુલાસો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટના ફનબ્લાસ્ટ ગેમઝોનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.
  • રવિવારે વેકેશનને કારણે બાળકો અને પરિવારોની ભીડ હતી.
  • ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય થતાં જાનહાનિ ટળી.
  • ગેમઝોન પાસે તમામ જરૂરી મંજૂરીઓ અને NOC હતી.

Rajkot Gamezone fire today: રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં આજે 26 એપ્રિલ, રવિવારના રોજ શહેરના પોશ એરિયા ગણાતા કાલાવડ રોડ પર આવેલા 'ફનબ્લાસ્ટ ગેમઝોન'માં આગ લાગવાની ઘટના સામે આવતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. વેકેશનનો સમય અને રવિવારની રજા હોવાથી ગેમઝોનમાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકો મનોરંજન માટે આવ્યા હતા. અચાનક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ ગયા હતા અને હૂટર વાગવા લાગતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે ફાયર સેફ્ટી સિસ્ટમ બરાબર કામ કરી જતાં સમયસર તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટનાથી રાજકોટમાં TRP ગેમઝોન જેવી જ બીજી એક ભયાનક દુર્ઘટના સદનસીબે ટળી ગઈ છે.

હૂટર વાગતા જ જીવ બચાવવા લોકો બહાર તરફ દોડ્યા

આજે રવિવાર હોવાથી ફનબ્લાસ્ટ ગેમઝોનમાં બાળકો અને મોટેરાઓની ભારે ભીડ જામી હતી. લોકો પોતાની મસ્તીમાં ગેમ્સ રમી રહ્યા હતા, ત્યાં જ અચાનક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડાના કારણે તરત જ ગેમઝોનમાં લાગેલા સ્મોક ડિટેક્ટર્સ એક્ટિવ થઈ ગયા હતા અને જોરજોરથી હૂટર (સાયરન) વાગવા લાગ્યા હતા. સાયરનનો અવાજ સાંભળતા જ અંદર રહેલા લોકોમાં ડર અને ફફડાટ વ્યાપી ગયો હતો. જીવ બચાવવા માટે અંદર અફરાતફરી મચી ગઈ અને સૌ કોઈ બહારના ગેટ તરફ દોડવા લાગ્યા હતા. ગેમઝોનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસથી પસાર થતા લોકો પણ ગભરાઈ ગયા હતા.

તમામ મંજૂરીઓ અને NOC હોવાનો ખુલાસો

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર નંદાણીની સીધી દેખરેખ હેઠળ ફાયર વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સંચાલકોની પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સૌથી મોટી રાહતની બાબત એ જોવા મળી કે આ ગેમઝોનના સંચાલકો પાસે ફાયર વિભાગની વેલિડ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) હતી અને નવા કડક નિયમો મુજબની તમામ જરૂરી મંજૂરીઓ પણ લેવામાં આવેલી હતી.

અન્ય ગેમઝોનમાં પણ ચેકિંગ હાથ ધરાય તેવી શક્યતા

જો આજે સુરક્ષાના સાધનોએ સમયસર કામ ન કર્યું હોત, તો આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકી હોત અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. હાલમાં ઉનાળુ વેકેશનનો માહોલ હોવાથી શહેરોના તમામ ગેમઝોનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ફાયર વિભાગ દ્વારા આ ગેમઝોનની સુરક્ષા વ્યવસ્થાની સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે હવે શહેરના અન્ય ગેમઝોનનાં સંચાલકોને પણ તેમની ફાયર સેફ્ટી સિસ્ટમ અને સુરક્ષાના સાધનો તાત્કાલિક રી-ચેક કરવા માટે કડક સૂચના આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

Frequently Asked Questions

ફનબ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગવાનું કારણ શું હતું?

ફનબ્લાસ્ટ ગેમઝોનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સ્પાર્ક થતાં ધુમાડો નીકળ્યો અને સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ ગયા હતા.

શું આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ હતી?

ના, રાહતની વાત એ છે કે ફાયર સેફ્ટી સિસ્ટમ સમયસર કામ કરી જતાં તમામ લોકોનું સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી.

શું ગેમઝોન પાસે જરૂરી મંજૂરીઓ હતી?

હા, ગેમઝોનના સંચાલકો પાસે ફાયર વિભાગની વેલિડ NOC હતી અને નવા કડક નિયમો મુજબની તમામ જરૂરી મંજૂરીઓ પણ લેવામાં આવી હતી.

આ ઘટનાને પગલે અન્ય ગેમઝોનમાં શું પગલાં લેવાઈ શકે છે?

આ ઘટનાને કારણે શહેરના અન્ય ગેમઝોનનાં સંચાલકોને પણ તેમની ફાયર સેફ્ટી સિસ્ટમ અને સુરક્ષાના સાધનો તાત્કાલિક રી-ચેક કરવા માટે સૂચના આપવામાં તેવી શક્યતા છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘી મોંઘુંદાટ: તહેવારોમાં અચાનક કેમ સર્જાઈ અછત? ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘી મોંઘુંદાટ: તહેવારોમાં અચાનક કેમ સર્જાઈ અછત? ભાવમાં 40 થી 50 રૂપિયાનો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Embed widget