શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટમાં જોરદાર પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી.
  • કચ્છના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો.
  • બનાસકાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ.
  • હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી કરી.

Rajkot Rain:  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદને કારણે શહેરમાં વિઝિબિલિટી શૂન્ય થઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

રાજકોટ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્ષ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. 

કચ્છમાં કરા સાથે વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહીવચ્ચે આજે  કચ્છમાં ભારે  પવન સાથે  વરસાદ ખાબક્યો છે.  નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ  તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. કચ્છના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. 

બનાસકાંઠામાં વરસ્યો વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ધાનેરા સહિત દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલ બાપલા, વાછોલ,કુંડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે.  ઘઉં, બટાકાં સહિતના પાકોમાં નુકશાનની ભીતિ સેવા રહી છે. કાપણીના સમય વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મૂકાયા છે. 

રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.  આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચાર જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચમાં માવઠાની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠું થઇ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં માવઠાની આાગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે. દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget