(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : સ્વિમીંગ પૂલમાં ન્હાવા પડેલા તરુણનું ડૂબી જતાં મોત, એકના એક પુત્રના મોતથી પિતાનું કલ્પાંત
સ્વિમિંગ પુલમાં ટ્યૂબમાં તરુણ મૌર્ય સ્વિમિંગ કરતો હતો. સ્વીમિંગ સમયે ટ્યૂબમાંથી નીકળી જતા તરુણ ડૂબવા લાગ્યો હતો. આ અંગે જાણ થતાં જ તેને બહાર કાઢી સારવારમાં લઈ જતા તરુણનુ મોત નીપજ્યુ હતું.
રાજકોટઃ રાજકોટ નજીક લોધિકા પાસે આવેલા એમરાલ્ડ સ્વિમિંગ પુલમાં ગઈ કાલે સાંજે ડૂબી જતા તરુણનું મોત થતાં અરેરાટી વ્યાપી ઘઈ છે. સ્વિમિંગ પુલમાં ટ્યૂબમાં તરુણ મૌર્ય સ્વિમિંગ કરતો હતો. સ્વીમિંગ સમયે ટ્યૂબમાંથી નીકળી જતા તરુણ ડૂબવા લાગ્યો હતો. આ અંગે જાણ થતાં જ તેને બહાર કાઢી સારવારમાં લઈ જતા તરુણનુ મોત નીપજ્યુ હતું. નિલેશભાઈ વિઠલાણીના એકના એક પુત્રનુ મોત થતાં કલ્પાંત કરી રહ્યા છે.
ગુજરાતમાં કેટલા દિવસ હજુ ભારે વરસાદની આગાહી નહીં? હવામાન વિભાગે શું કહ્યું?
અમદાવાદઃ ગુજરાત માટે વરસાદને લઈને માઠા સમાચાર સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત. હાલ ઓગસ્ટ માસ પ્રમાણે વરસાદની ૪૪ ટકા ઘટસામાન રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ૪૫૦ મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૫૩ મીમી વરસાદ નાંધાયો છે.
અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા વીકમાં સીસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ઓગસ્ટના બીજા વીકમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થતાં વરસાદની આશા પણ ગુજરાત માટે હજુ કોઇ સીસ્ટમ નથી.
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આવી કોઇ શક્યતા નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાવાની અટકળોનો ખુદ મુખ્યમંત્રીએ છેદ ઉડાવ્યો છે. અમરેલીમાં થયેલા અકસ્માત અંગે CMએ સંવેદના વ્યક્ત કરી હતી. ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. દુઃખ ઘટના આજે અમરેલી વિસ્તારમાં બની છે. તમામ મૃતકોને ચાર લાખ સહાય અંગે CMએ જાહેરાત કરી હતી.
આ સાથે વહેલી ચૂંટણી અટકળો પર પુર્ણ વિરામ લાગ્યું છે. રાજ્યના વહેલી ચૂંટણી અંગે CMએ ખુલાસો કર્યો હતો. Cmએ કહ્યું સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી ચૂંટણી સમયે જ યોજશે.
કોગેસના વિરોધ પ્રદર્શન અંગે CMએ નિવેદન આપ્યું હતું કે, Cmએ કહ્યું રાજ્ય સરકાર ઉજવણી કરે છે, કોગેસ વિરોધ કરે છે. કોગેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમતે કોગેસ આદિવાસીઓ વિરોધ કરે છે. કોંગેસ વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યા છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રાવણ માસમાં ભક્તો કોવિડના નિયમો પાળે. આજથી શરૂ થતાં શ્રવણમાસની CMએ પાઠવી શુભેચ્છા. ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી. તહેવારો શાંતિપૂર્વક ઉજવણી કરવી જોઈએ. બીજી લહેરને આપણે પાર કરી,પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારો ઉત્સાહ પૂર્વક ઉજવો પરંતુ કોરોના અંગે પણ કાળજી જરૂરી.
ડોકટરોની હડતાળ મુદ્દે CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી. અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ. કોરોના નથી તો ડોકટરો એ નિયમોનુંનું પાલન થવું જોઈએ. ડોકટરો હડતાળ પાછી ખેંચવા વિનંતી છે.