લગ્નના 12માં જ દિવસે યુવકનું કોરોનાથી મોત, રાજકોટની યુવતી સાથે કર્યા હતા લગ્ન
રાજકોટની યુવતીના લગ્નના 12માં દિવસે જ પતિનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. ગત 30મી એપ્રિલે રાજકોટની એન્જિનિયર યુવતી સૌમ્યા જોષી અને રાજસ્થામાં ભરતપુરના એન્જિનિયર યુવક કૃષ્ણોહન કૌશિક સાથે થયા હતા.
રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. રાજકોટની યુવતીના લગ્નના 12માં દિવસે જ પતિનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત 30મી એપ્રિલે રાજકોટની એન્જિનિયર યુવતી સૌમ્યા જોષી અને રાજસ્થામાં ભરતપુરના એન્જિનિયર યુવક કૃષ્ણોહન કૌશિક સાથે થયા હતા. જોકે, લગ્નના 12માં જ દિવસે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
કોરોના મહામહારીને પગલે યુવક અને તેની બહેન ટ્રેનથી રાજકોટ આવ્યા હતા અને 30મી એપ્રિલે લગ્નવિધિ પૂરી થતાં રાત્રે જ નવદંપતી અને બહેન ટ્રેનમાં બેસીને ભરતુપર જવા રવાના થયા હતા. યુવક અને તેની બહેન રાજકોટ આવતાં પહેલા 28મીએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
બંને ભાઈ-બહેન 29મીએ ટ્રેનમાં બેસીને રાજકોટ પહોંચ્યા હતા. દરમિયાન વરરાજાને તાવ આવતા ફરીથી રિપોર્ટ કરાવ્યો હતો. તેમજ 30મીએ લગ્ન કરી તેઓ પહેલી મેના રોજ પત્ની સૌમ્યાને લઈ ગુલાલકુંડ ઘરે પહોંચ્યો હતો. તેમજ ક્વોરેન્ટાઇન થી ગયો હતો. 2 મેના રોજ સીટી સ્કેન કરાવતા ફેફસા સુધી સંક્રમણ પહોંચી ગયું હતું. તેમજ 7મી મેના રોજ તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન નિધન થયું હતું.