શોધખોળ કરો

રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ ન છોડ્યા, કરિયાવરના નામે મિક્સર પડાવ્યા

દીકરીઓને કરિયાવર આપવાના બહાને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી ૨૮ મિક્સર લીધા, કડક કાર્યવાહીની માંગ.

Rajkot marriage fraud: રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીનો મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે. આ કેસમાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ માત્ર ગરીબ પરિવારોને જ નહીં, પરંતુ પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. ચંદ્રેશ છત્રોલા અને તેમની ટોળકીએ દીકરીઓને કરિયાવરમાં આપવાના બહાને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી ૨૮ મિક્સર લઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પૂર્વ સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, આયોજકોએ આ પહેલા પણ કરિયાવરના નામે તેમની પાસેથી વસ્તુઓ લીધી હતી. આ વખતે પણ જ્યારે આયોજકો કરિયાવર માટે વસ્તુઓ માંગવા આવ્યા ત્યારે તેમણે વિશ્વાસ મૂકીને ૨૮ મિક્સર આપી દીધા હતા. પરંતુ લગ્નના દિવસે જે રીતે આયોજકો ફરાર થઈ ગયા અને છેતરપિંડી આચરી, તેનાથી તેઓ પણ આઘાતમાં છે. રમેશ ધડુકે ચંદ્રેશ છત્રોલા સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આગેવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નોંધનીય છે કે, રાજ્ય ગૃહ મંત્રીએ આ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમૂહ લગ્નના આયોજકો બરોબર લગ્નના સમયે લગ્ન સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા, જેના કારણે અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા હતા અને અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર હતા. આયોજકોએ દીકરીઓની આસ્થા અને આકાંક્ષાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયોજકો પર ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થશે અને રાજકોટ પોલીસના સૌથી સોશિયલ ઉદાહરણ સામે આવ્યું છે. ઘટના બાદ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે છ લગ્ન કરાવ્યા હતા. તેમણે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને પોલીસ, મીડિયા અને સામાજિક આગેવાનોએ એક સામાજિક કાર્ય જવાબદારી પૂર્વક પૂર્ણ કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ ACP રાધીકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 28 નવ યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ જતા પોલીસે 6 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને 6 આયોજકોના નામ હતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે દરેક યુગલના 30 હજાર ઉઘરાવ્યાં હતા અને 50 કરતા વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હોય તેની પાસેથી દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દાતાઓ પાસેથી પણ રૂપિયા વસુલ કર્યા હોવાનું ખુલ્યું છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ કરવામાં આવી રહી છે અને અગાઉ પણ આરોપીએ સમૂહ લગ્નનું આયોજન કરી છેતરપીંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. દીકરીના પિતા ફરિયાદી બન્યા છે અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો....

રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજકોએ મોરારીબાપુ અને રમેશ ધડૂકને પણ બાટલીમાં ઉતાર્યા, જાણો કેટલું દાન લીધુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget