શોધખોળ કરો

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

Rajkot News: રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર વિદ્યાર્થી હિંમતે આત્મહત્યા કરી.
  • છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવતા પોલીસે તપાસ શરૂ કરી.
  • આઠ દિવસ પૂર્વે તે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ પણ આપઘાત.
  • ભાવનગરમાં મેડિકલ પ્રોફેસરનો મૃતદેહ સડેલી હાલતમાં મળ્યો, તપાસ.

Rajkot News: રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હિંમત નામના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાનૂની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કરૂણ ઘટનાના વિતેલા માત્ર આઠ દિવસ પહેલા જ આ જ યુનિવર્સિટીની એક યુવતીએ પણ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી, જેથી ટૂંક જ સમયમાં બનેલી બીજી ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.

 

19 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીએ કરી હતી આત્મહત્યા

 તમને જણાવી દઈએ કે, 19 સપ્ટેમ્બરે 10મા માળેથી નીચે ઝંપલાવીને એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. મૃતક વિદ્યાર્થિનીનું નામ શોભરણિકા હતું અને તે મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હતી. શોભરણિકા છેલ્લા એક વર્ષથી મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં CSE AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો અભ્યાસ કરી રહી હતી.

આ પણ વાંચો...Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

વિદ્યાર્થિનીએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સત્તાધીશો સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે જરૂરી માહિતી પૂરી પાડી હતી. નોંધનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી ઝંપલાવીને વિદ્યાર્થીઓના આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

ભાવનગરમાં મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસરની ઘરમાંથી સડેલી હાલતમાં લાશ મળી

ભાવનગર શહેરના ટોપ3 સર્કલ નજીક આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના K વિંગ-201ના બીજા માળે આવેલા રહેણાક મકાનમાંથી ભાવનગર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. કિન્નર એસ. દેસાઈની ડી-કમ્પોઝ (સડેલી) હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, બંધ રૂમમાં છેલ્લા ચાર દિવસથી મૃતદેહ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ કરૂણ બનાવની જાણ થતાં જ ભરતનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ કબજે લીધો હતો. ડૉક્ટરનું મૃત્યુ અત્યંત શંકાસ્પદ હોવાના પગલે પોલીસે વિવિધ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, તેમજ આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે તે અંગે વિસ્તૃત તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.

Frequently Asked Questions

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કઈ ઘટના બની છે?

મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થી હિંમતે છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

હિંમતના આત્મહત્યાના કેટલા સમય પહેલા આવી જ બીજી ઘટના બની હતી?

હિંમતના આત્મહત્યાના આઠ દિવસ પહેલા, 19 સપ્ટેમ્બરે શોભરણિકા નામની વિદ્યાર્થિનીએ 10મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી આ યુનિવર્સિટીની આ બીજી ઘટના છે.

19 સપ્ટેમ્બરે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની કોણ હતી અને ક્યાંની હતી?

19 સપ્ટેમ્બરે શોભરણિકા નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી. તે આંધ્રપ્રદેશની હતી અને મારવાડી યુનિવર્સિટીમાં CSE AI નો અભ્યાસ કરતી હતી.

આત્મહત્યા પાછળનું કારણ શું છે?

વિદ્યાર્થિની શોભરણિકાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ અગમ્ય છે. હિંમતના આપઘાતનું કારણ પણ તપાસ હેઠળ છે.

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Embed widget