શોધખોળ કરો
રાજકોટ: ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો, ગઢાળા,સેવંતરા,ખાખીજાળિયા સહિતના ગામોને કરાયા એલર્ટ
મોજ ડેમ ઓવરફ્લો થતાં ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા,વાડલા વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમનો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. મોજ ડેમ ઓવરફ્લો થતાં ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા,વાડલા વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપલેટામાં આવેલો મોજ ડેમ 2 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. મોજ ડેમ સૌરાષ્ટ્રના ત્રીજા નંબરનો ડેમ છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છે. મોજ ડેમનું પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે. મોજન ડેમ ઓવરફ્લો થવાના કારણે ઉપલેટા, માણાવદર અને કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે ખુશી સમાચાર છે.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















