શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ લકઝુરીયસ કાર રસ્તા વચ્ચે રોકી ટ્રાફિક જામ કરનારા 'રાજકોટ કા રાજા' ગીત બનાવનારા બે નબીરા ઝડપાયા, જાણો કોણ છે બંને ?
'અમે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યાં છીએ. અઢી વર્ષ પહેલા કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિકને અડચણરૂપ બની વીડિયો બનાવ્યો હતો. હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ અને જાહેર જનતાની માફી માગીએ છીએ.'
રાજકોટઃ જાહેર માર્ગ પર ડાન્સ કરવાનો મામલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. મીડિયામાં વિડીયો ચાલતા રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની અટકાયત કરી છે. ભાવિન ફીચડીયા અને બલરાજસિંહ જાડેજાની અટકાયત કરી છે. બંને યુવકોએ જાહેર જનતાની માફી માગતો વિડીયો શેર કર્યો છે. વિડિયો 2018માં બનાવ્યો હોવાનું કબૂલ્યું છે. કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે વીડિયો બનાવ્યો હતો.
કાલાવડ રોડ પર રસ્તાની વચ્ચોવચ કાર ઊભી રાખી ગીતનું શૂટિંગ કરતો વીડિયો વાયરલ થતાં પોલીસે બે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. બંને યુવાને વીડિયો મારફત જાહેર જનતાની માફી માંગી છે. બંને યુવાન કહી રહ્યાં છે કે, અમે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યાં છીએ. અઢી વર્ષ પહેલા કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિકને અડચણરૂપ બની વીડિયો બનાવ્યો હતો. હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ અને જાહેર જનતાની માફી માગીએ છીએ.
અઢી વર્ષ પહેલા ક્રિસ્ટલ મોલ સામે રાત્રે વાહનોની અવરજવર થઇ રહી હતી ત્યારે કાર રસ્તા પર વચ્ચોવચ આડી રાખી બે યુવક નીચે ઉતરી રાજકોટ કા રાજા નામનું ગીત પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે કાલાવડ રોડ પરની પારિજાત સોસાયટીના બલરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.21) અને પ્રહલાદ પ્લોટના ભાવિન જિગ્નેશ ફિચડિયા (ઉ.વ.22)ને ઝડપી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion