શોધખોળ કરો
Advertisement
FB પર ફ્રેન્ડ બનેલા સરપંચે યુવતીના ઘરે જઈને બાંધ્યા શારીરિક સંબંધ, દારૂની બોટલ પણ મોકલતો ને પછી........
સૌરાષ્ટ્રના એક ગામના સરપંચે સાત મહિના પહેલા ગામની જ પરણીત યુવતી સાથે ફેસબૂક પર મિત્રતા કરી હતી. આ પછી સરપંચે ફેસબૂક મેસેન્જરથી તેની સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.
રાજકોટઃ સૌરાષ્ટ્રના એક સરપંચે યુવતીના ઘરે જઈ શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની તેમજ ઘરે દારૂ મોકલી અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસને અરજી આપતાં ખળભળાટ મચી ગયો છે. સરપંચે ગામની જ પરણીત યુવતીને ફેસબૂક પર મિત્રતા કર્યા પછી આ કૃત્ય કર્યું હોવાની પોલીસને આપેલી અરજીમાં જણાવાયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સૌરાષ્ટ્રના એક ગામના સરપંચે સાત મહિના પહેલા ગામની જ પરણીત યુવતી સાથે ફેસબૂક પર મિત્રતા કરી હતી. આ પછી સરપંચે ફેસબૂક મેસેન્જરથી તેની સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. વાતચીત આગળ ચાલતાં સરપંચે યુવતીને આઇ લવ યુનો મેસેજ કરી દીધો હતો. જોકે, પરિણીતાએ સંબંધ રાખવા ઇનકાર કરી દીધો હતો અને મેસેજ ન કરવા માટે જણાવી દીધું હતું.
આમ છતાં સરપંચે યુવતીને કામ હોવાનું કહી મોબાઇલ નંબર મેળવી સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, ફોટો, વીડિયો અને મેસેજ કરી યુવતીને બદનામ કરવાની ધમકી આપતો હતો. તેમજ યુવતીના ઘરે દારૂની બોટલ પણ મોકલતો હોવાનો આક્ષેપ પોલીસને આપેલી અરજીમાં કરાયો છે.
આ બધાથી કંટાળી યુવતીએ સંબંધ પૂરા કરવા માટે જણાવતા સરપંચે રૂબરૂ મળવાનું કહ્યું અને રૂબરુ મળે તો ફરી ક્યારેય ફોન કે મેસેજ નહીં કરે તેમ જણાવ્યું હતું. આ પછી સરપંચ યુવતીના ઘરે પહોંચી ગયો હતો. તેમજ શરીરસંબંધ બાંધવા બળજબરી કરી હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. તેમજ સરપંચ સામે કાયદેસરના પગલા લેવા માટે વિનંતી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement