શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લામાં આજે કયાં કયાં પડ્યો વરસાદ? જાણો વિગત
આજે અમરેલી જિલ્લામાં વરસાદનો પ્રારંભ થયો છે. સાવરકુંડલાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.
અમરેલીઃ ગુજરાતમાં વાવાઝોડાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. હવે વાવાઝોડું નિસર્ગ ગુજરાત પર ત્રાટકવાનું નથી. પરંતુ વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં વરસાદનો પ્રારંભ થયો છે. સાવરકુંડલાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે.
મળતી વિગતો પ્રમાણે સાવરકુંડલાના ઠવી, વીરડી, જેજાદ, શેલણા, ભોંકરવા, નાળ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલાના વિજપડી પંથકમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. વિજપડી ઉપરાંત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
પાલીતાણાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થું છે. પાલીતાણાના ઘેટી, નાનીમાળ, દુધાળા, કાંજરડા દેડરડા સહિતના પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે. આજે વલસાડના તિથલમાં ખૂબ જ હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વલસાડના કોસંબામાં પણ વરસાદી પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement