શોધખોળ કરો

Gujarat Local Body Election 2026 : મતદાન પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણીની કેમ કરાઇ અટકાયત

Gujarat Local Body Election 2026 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોએ લાઈનો લગાવી છે. રાજકોટ સહિત 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં કુલ 49 હજાર 500થી વધુ મતદાન મથકો ઉપર મતદાન ચાલી રહ્યું છે

Gujarat Local Body Election 2026 :  રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. રાજકોટ શહેરમાં પહેલી વખત પ્રથમ બે કલાકમાં જ 6.91 ટકા મતદાન થયું છે. જો કે મતદાન દરમિયાન ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરનાર રાજકોટના વોર્ડ નંબર 15ના કૉંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણીની  સહિત 20 લોકોની અટકાયત કરાઈ છે.મતદાન મથકના 100 મીટર અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી છે. મકબુલ દાવદાણીને કોંગ્રેસના 20 કાર્યકરો સાથે  પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. 

 રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો મેદાને છે.  રાજકોટ જિલ્લામાં આજે 647 બિલ્ડિંગમાં કુલ 1072 બુથ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જે પૈકી 81 બિલ્ડીંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 159 બિલ્ડિંગના 305 બુથ સંવેદનશીલ દર્શાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ જગ્યા પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. જેમાં 5,10,086 પુરુષ અને 4,75,848 મહિલા મતદારો છે. આ ઉપરાંત અન્ય 18 સહિત 9,85,952 મતદારો છે. 1014 મતદાન મથકો પર 8948નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવી રહ્યા છે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે  મતદાન થઇ રહ્યું છે.   રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે.  આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે જે  સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન થઇ રહ્યું છે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા 603 બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવ્યું છે.  જ્યારે જિલ્લા પંચાયતની એક હજાર 90 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થતા  એક હજાર 38 બેઠકો પર અને તાલુકા પંચાયતની પાંચ હજાર 234 પૈકી ચાર હજાર 976 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરેલા 25 હજાર 537 જેટલા ઉમેદવારોના ભાવી આજે EVMમાં સીલ થશે. મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા કહ્યું કે મતદાનના દિવસે થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવાયો છે. મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget