શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rewind 2022: આ વર્ષે દેશની આ મહિલાઓની રહી બોલબાલા

આજના સમયમાં દરેક વર્ષે ઉતરોતર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલાઓનો દબદબો વધી રહ્યો છે

વર્ષ 2022ને પૂરુ થવામાં ફક્ત એક દિવસ બાકી છે. આજે આ વર્ષે કઈ ભારતીય મહિલાઓ સૌથી વધુ ચર્ચામાં રહી તે જોઈએ. આજના સમયમાં દરેક વર્ષે ઉતરોતર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલાઓનો દબદબો વધી રહ્યો છે, પરંતુ આ વર્ષે ઘણાં વિવિધ કારણોસર આ મહિલાઓ ચર્ચાનું કેન્દ્ર બની હતી. તો ચાલો કઈ મહિલાઓ બની હતી ચર્ચાનું કેન્દ્ર?

લતા મંગેશકર

આ વર્ષે આપણે ભારતના કોકીલકંઠ તરીકે ઓળખાતા લતા મંગેશકરને ગુમાવ્યા હતા . પ્રખ્યાત ભારત રત્ન લતા મંગેશકરનું આ વર્ષે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સંગીત અને મનોરંજન જગતને મોટી ખોટ પડી છે. લતા મંગેશકરે માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 30 હજારથી વધુ ગીતો ગાયા અને ઘણા બ્લોકબસ્ટર ગીતો આપ્યા જે આજે પણ લોકોના મનપસંદ  છે.

નુપુર શર્મા

આ વર્ષે નુપુર શર્માનું નામ ઘણા વિવાદોમાં રહ્યું હતું. નુપુર શર્મા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા છે. નુપુર શર્મા એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચર્ચામાં રહી હતી. એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ હોબાળો થયો હતો. જેને લીધે દેશભરમાં અનેક જગ્યાએ હિંસા પણ જોવા મળી હતી. ટિપ્પણી બાદ નૂપુર શર્મા દેશના મુસ્લિમ સંગઠનો અને કટ્ટરવાદીઓના નિશાના હેઠળ આવ્યા હતા. આ બાબતે ભારતમાં જ નહીં વિદેશમાં પણ આગ લગાવી હતી. નૂપુર શર્માની ટિપ્પણી પર ભારતીય મુસ્લિમો સહિત 15 દેશોમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

દ્રૌપદી મુર્મુ

આ વર્ષે ભારતને બીજી મહિલા રાષ્ટ્રપતિ મળ્યાં .આ વર્ષે દ્રૌપદી મુર્મુ ભારતના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના રાયરંગપુરના રહેવાસી છે. આ પહેલા મુર્મુ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ વર્ષે હેડલાઇન્સ બનાવનારી મહિલાઓની યાદીમાં દ્રૌપદી મુર્મુનું નામ પણ સામેલ છે.

મીરાબાઈ ચાનૂ

આ ઉપરાંત દેશની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ પણ આ વર્ષે ચર્ચામાં રહી હતી. તાજેતરમાં તેણે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો હતો. કાંડામાં ઈજા હોવા છતાં, મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ બે મહિલા ખેલાડીઓના નામ આ વર્ષે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થયા.

સુષ્મિતા સેન

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનું નામ વર્ષ 2022માં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ હતી. અભિનેત્રી સુષ્મિતા સેન કોઈ ફિલ્મ કે સીરિઝ માટે નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ લલિત મોદી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંનેની સાથેની ઘણી તસવીરો પણ સામે આવી છે. જો કે, તેમનો પ્રેમ સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને બાદમાં બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા હતા.

ઝુલન ગોસ્વામી

રમતગમતની દુનિયામાં પણ ઘણી મહિલા ખેલાડીઓ અને ખેલાડીઓ લાઈમલાઈટમાં હતા. ભારતની વરિષ્ઠ મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામીએ આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરોમાં થાય છે. ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી હતી. ઝુલન મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ 255 વિકેટ ઝડપનાર બોલર છે. આ સિવાય તે સૌથી વધુ 204 વનડે રમનારી ક્રિકેટર પણ છે.

જો કે, વર્ષ 2022ના વર્ષમાં, ઘણી વધુ મહિલાઓની ચર્ચા થઈ હતી. કાચા બદનામ ગીત પર ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલિ અરોરાનો MMS વિડીયો પણ આ વર્ષમાં જ લીક થયો હતો, જેને લીધે તે પણ ઘણી ચર્ચામાં રહી હતી. બીજી તરફ આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, તેના રણબીર સાથેના લગ્ન તેમજ માતા બનવાને કારણે પણ આખું વર્ષ સમાચારોમાં રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget