શોધખોળ કરો

સરદાર પટેલ પુણ્યતિથિ: જ્યારે વલ્લભભાઇએ કહ્યું હતું, જિન્ના જૂનાગઢ લઇ શકે તો આપણે કાશ્મીર કેમ નહીં?

આજે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ભારતના બિસ્માર્ક અને આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર પટેલ 565 રજવાડાઓના વિલીનીકરણ માટે જાણીતા છે

આજે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ભારતના બિસ્માર્ક અને આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર પટેલ 565 રજવાડાઓના વિલીનીકરણ માટે જાણીતા છે. આ વિશે ઘણીવાર એવું પણ કહેવાય છે કે જો તેમણે કાશ્મીરનો મુદ્દો પણ સંભાળ્યો હોત તો કદાચ આજે જે સ્થિતિ છે તે ન હોત. બીજેપી અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ ઘણીવાર પોતાને લોખંડી પુરૂષના વારસા સાથે જોડ્યા છે અને તેમનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ કાશ્મીર સમસ્યા માટે જવાબદાર ગણાવ્યા છે. જો કે, કાશ્મીર મુદ્દે સરદાર પટેલનો અભિપ્રાય શું હતો? તેનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે

સરદાર વલ્લભભાઈ પટેલના રાજકીય સચિવ રહી ચૂકેલા વી. શંકરે  તેમના પુસ્તક 'મેરે સંસ્મરણ વિથ સરદાર પટેલ'માં લખ્યું  છે, 'મહાત્મા ગાંધીને અપેક્ષા હતી કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ બનશે અને તેમણે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને નકારી કાઢ્યો હતો.' તેઓ લખે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આ નિર્ણય સંપૂર્ણપણે જમ્મુ અને કાશ્મીરના શાસક મહારાજા હરિ સિંહ પર છોડી દીધો હતો. સરદારનો અભિપ્રાય હતો કે, 'જો મહારાજા માનતા હોય કે પાકિસ્તાન સાથે જવામાં તેમનું અને તેમના રાજ્યનું હિત છે, તો તેઓ તેમના માર્ગમાં આવશે નહીં.'

ભારતમાં રજવાડાઓના વિલીનીકરણ વિશે માઉન્ટબેટનના રાજકીય સલાહકાર વીપી મેનનનું એક પુસ્તક પણ છે. ‘ઈન્ટિગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ’ નામના તેમના પુસ્તકમાં મેનને તે સમયના વિકાસની વિગતો આપી છે. તેઓ લખે છે કે, 18 થી 23 જૂન 1947 સુધી લોર્ડ માઉન્ટબેટન કાશ્મીરની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મહારાજા હરિ સિંહને કહ્યું, 'જો કાશ્મીર પાકિસ્તાન સાથે જાય છે, તો તેના ભારત સરકાર સાથેના સંબંધો નબળા નહીં પડે.' આટલું જ નહીં માઉન્ટબેટને કહ્યું હતું કે તેમને આ મામલે સરદાર પટેલ તરફથી સંપૂર્ણ ખાતરી પણ આપવામાં આવી છે.

ઈતિહાસકાર રાજમોહન ગાંધીએ સરદાર પટેલ પરના તેમના પુસ્તકમાં કહ્યું છે કે, દેશના પ્રથમ ગૃહમંત્રીનો કાશ્મીર પર કોઈ અભિપ્રાય નહોતો. તેમણે દેશના પ્રથમ રક્ષા મંત્રી બલદેવ સિંહને કહ્યું કે જો કાશ્મીર પાકિસ્તાન સાથે જવા ઈચ્છે છે તો અમે તેનો સ્વીકાર કરીશું. જો કે, જ્યારે તેમને ખબર પડી કે પાકિસ્તાન જૂનાગઢ લેવા તૈયાર છે ત્યારે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો હતો અને તેમણે કહ્યં હતું કે, , 'જો જિન્ના હિંદુ બહુમતી ધરાવતા આવા રાજ્યનો સમાવેશ કરવા તૈયાર હોય, જ્યાં શાસક મુસ્લિમ હોય, તો સરદાર મુસ્લિમ બહુમતી રાજ્ય એટલે કે કાશ્મીરને કેમ વિલીન ન કરી શકે, જેનો શાસક હિંદુ છે’.

આ પણ વાંચો

બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો

Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ

Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget