Maharashtra: શિવસેના સામે બળવો કરનારાઓએ તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી, 'સામના'માં સંજય રાઉતે એકનાથ શિંદે પર કર્યો પ્રહાર
Sanjay Raut In Saamana: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, શિંદે માટે થોડી સોફ્ટ કોર્નર જોવા મળી રહી છે.
Sanjay Raut In Saamana: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, શિંદે માટે થોડી સોફ્ટ કોર્નર જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ ઠાકરે સામે વિદ્રોહે જોર પકડ્યું છે. જેના પરિણામે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ સ્વીકાર્યું છે કે, એકનાથ શિંદેની તાકાત તેમની મજબૂરી બની રહી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં, સંજય રાઉતે સોફ્ટ કોર્નર જાળવતાં શિંદે સામે અવાજ ઉઠાવ્યો હતો. સામનામાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેને 40 ધારાસભ્યોના સમર્થનથી શિવસેનાનું અસ્તિત્વ હચમચી નથી જવાનું
સામનામાં કહેવામાં આવ્યું હતું કે, જો એકનાથ શિંદેની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા હોત તો શિવસેનામાં રહીને પણ તે પૂરી થઈ શકી હોત. તેઓ ચોક્કસપણે આ સરકારમાં મુખ્યમંત્રી પણ બની શક્યા હોત. એકનાથ શિંદેએ ખુલ્લેઆમ પાર્ટી સામે બળવો કર્યો અને શિવસેનાના 40 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું. નારાયણ રાણે અને છગન ભુજબળને પણ તેમના બળવા દરમિયાન ધારાસભ્યોનું બહુ સમર્થન મળ્યું ન હતું.
સંજય રાઉતે કહ્યું કે છગન ભુજબળે પાર્ટી છોડી ત્યારે શિવસેના સત્તામાં ન હતી, પરંતુ શિવસેના ગ્રામીણ વિસ્તારોમાં ફૂલીફાલી રહી હતી. ભુજબળનો બળવો મનોહર જોશી સામે હતો અને ભુજબળ પ્રત્યે લોકોની સહાનુભૂતિ પછી પણ ભુજબળ પોતે મઝગોન વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા હતા અને તેમની સાથેના લગભગ તમામ ધારાસભ્યો ચૂંટણીમાં હાર્યા હતા. ઘણા લોકોની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. નારાયણ રાણેએ બળવો કર્યો, તે સમયે પણ તેમની સાથે લગભગ 10 ધારાસભ્યો નહોતા. રાણેની સાથે આવેલા લગભગ તમામ ધારાસભ્યો કોંકણમાં પરાજય પામ્યા હતા અને તેમની કારકિર્દી કાયમ માટે ખતમ થઈ ગઈ હતી.
જો દેવેન્દ્ર ફડણવીસ આ તમામ ઘટનાક્રમના આર્કિટેક્ટ છે તો તેમણે ફરી એકવાર ખોટો નિર્ણય લીધો છે. જો ફડણવીસ શિવસેનામાં બળવાખોરોને પ્રોત્સાહિત કરીને સરકાર બનાવવા જઈ રહ્યા છે, તો તે સરકાર ટકશે નહીં.