શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના આ શહેરમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ, આખું શહેર જળબંબાબાકાર

આ શહેરમાં આભ ફાટ્યું હતુ. ફક્ત બે જ કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પવન સાથે ખાબકેતા ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા

સુરતઃ સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતુ. ફક્ત બે જ કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પવન સાથે ખાબકેતા ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદથી ઉમરપાડાથી કેવડી, ઝંખવાવ જતો માર્ગ બંધ થયો હતો. તે સિવાય કોસંબા માંગરોળ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત માંગરોળમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો. ધોધમાર વરસાદને પગલે વીરા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઉચવાણ ગામમાં માત્ર દોઢ કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મેઘરાજા અટકવાનું નામ લઈ રહ્યાં નથી ત્યારે ફરી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સુરત જિલ્લાના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં આભ ફાટતા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો પાક નિષ્ફળ જવાની ભીતિને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તો માંગરોળ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ઉમરપાડાના ચિતલડા અને ખાંભા બંગલીને જોડતે કોઝ-વે બંધ થઈ ગયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો વીરા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ભાર વરસાદથી રસ્તા પર પાણી ભરાતા બજારોમાં નદી વહેતી થઇ છે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Embed widget