શોધખોળ કરો
Advertisement
સુરત જિલ્લામાં કોરોનાનો કહેર, આજે નવા 22 કેસ નોંધાયા, જાણો વિગત
સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે.
સુરત: સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. સુરત જિલ્લાના ઓલપાડ ,કામરેજ બાદ બારડોલી તાલુકામાં વધુ 4 કેસ પોઝિટીવ કેસ નોંધાયા છે. આજે સવારથી અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં નવા 22 પોઝિટીવ કેસ નોંધાયા છે.
બારડોલીના મઢીમાં રાજસ્થાનથી આવેલ 15 વર્ષીય કિશોરનો કેસ પોઝિટીવ આવ્યો છે, જ્યારે સુરાલી ગામે એક જ પરિવાર 3 સભ્યોના કેસ મળી કુલ ચાર કેસ નોંધાયા છે.
સુરતના કામરેજમાં કોરોનાના નવા આઠ પોઝિટીવ કેસ નોંધાયા. કામરેજના પાસોદ્રા ગામમાં ચાર અને કઠોદ્રા ગામમાં કોરોનાના ચાર પોઝિટીવ કેસ નોંધાયા છે. તમામ પોઝિટીવ કેસ પરિવારજનોના સંપર્કમાં આવ્યા હતા. એક સાથે આટલા કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement