શોધખોળ કરો

ડાંગમાં આભ ફાટ્યું: ત્રણ દિવસમાં અંદાજે 25 ઈંચ વરસાદ ખાબકતાં શું થયા હાલ? જાણો વિગત

ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ડાંગ જિલ્લાના વઘઈમાં સતત ત્રીજા દિવસે પણ 7 ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. એટલે કે ડાંગ જિલ્લામાં આભ ફાટ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં 25 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

સુરત: છેલ્લા ત્રણ દિવસથી વરસાદે દક્ષિણ ગુજરાતના ઘમરોળ્યું છે. ત્રણ દિવસ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ડાંગ જિલ્લાના વઘઈમાં સતત ત્રીજા દિવસે પણ 7 ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. એટલે કે ડાંગ જિલ્લામાં આભ ફાટ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં 25 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં ખાતે ગઈકાલ 142 મીમી, આહવામાં 117, સાપુતારામાં 100 અને સુબીરમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. વાલોડમાં 32 અને વ્યારામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે છ સુધીના વીતેલા 24 કલાકમાં વ્યારા 35, વાલોડ 32, સોનગઢ 30 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ડાંગમાં આભ ભાટ્યું છે. ત્રણ દિવસમાં ડાંગમાં 25 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને ડાંગ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી છે. જ્યારે કુદરતી સૌંદર્ય પણ ખુલી ઉઠ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન કપરાડામાં 4 ઈંચ, ધરમપુરમાં અઢી ઈંચ, વાપી બે ઈંચ, ઉમરગામ-પારડીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં એક ઈંચ સુધીના વરસાદમાં મુખ્ય માર્ગો ઉપર પાણી ફરળતા લોકો પરેશાન થયા હતા. એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget