શોધખોળ કરો

Surat: વેપારી પાસેથી લાખો રુપિયાનું કાપડ વિદેશ મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો,  પોલીસ ફરિયાદ કરી અને....

સુરતમાંથી  68.13 લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે નનૈયો ભણનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરત: સુરતમાંથી  68.13 લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે નનૈયો ભણનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.રાંદેર ગામના પિતા-પુત્ર અને પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.  જેમાં સલાબતપુરા પોલીસે ચીટિંગ કરનાર પુત્ર અબ્દુલની ધરપકડ કરી છે. તબક્કાવાર મળી કુલ 68.13  લાખનો માલ મલેશિયા મોકલી અપાયો હતો. કોરોનાનું બહાનું ધરી પેમેન્ટમાં વિલંબ કરતા હતા. રાજેશભાઇ ખુદ મલેશિયા પેમેન્ટ લેવા ગયા છતાં પેમેન્ટના નામે ઠેંગો બતાવાયો હતો.         

68.13  લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો

સલાબતપુરાના કાપડ વેપારી પાસેથી 68.13  લાખનું કાપડ મલેશિયા મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. મુળ રાંદેર ગામના પિતા-પુત્ર અને પુત્રવધુ સામે ગુનો દાખલ થયો છે.સુરતના સલાબતપુરામાં ઇચ્છાદોશીની વાડી ખાતે રહેતા રાજેશભાઇ રિટભાઇ રોટલીવાલા કાપડના વેપારી છે. સાઇ શ્રદ્ધા ફર્મના નામે તેઓ બિઝનેસ કરે છે. વિદેશમાં પણ તેઓ માલ એક્સપોર્ટ કરે છે. તેમના પત્ની ટીનાબેન તથા હિરલ અબ્દુલ કાદીરખાન સાથે ભણ્યા હતા. જેથી હિરલના પતિ અબ્દુલ ખાન સાથે પરિચય થયો હતો.અબ્દુલ ખાન ઇન્ડિયા અને વિદેશમાં હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ વર્ષ 2018  માં અબ્દુલ કાદીર ખાને મલેશિયા ખાતે શબાન વર્લ્ડ વાઇડ એસ.બી.એન.બી. એચ.ડી. નામની કંપની શરૂ કરી હતી. 

Surat: વેપારી પાસેથી લાખો રુપિયાનું કાપડ વિદેશ મંગાવી પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો,  પોલીસ ફરિયાદ કરી અને....

વિદેશમાં ભારતના કાપડની ડિમાન્ડ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો

મલેશિયામાં ઇન્ડિયાના કાપડની ડિમાન્ડ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. સારો ફાયદો થશે તેમજ 180  દિવસમાં પેમેન્ટની પણ ખાતરી આપી હતી. દરમિયાન ગત તા.23-08-2019  રોજ 16.69 લાખના ફીનીશ કાપડનો માલ મલેશિયા મોકલી આપ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર મળી કુલ 68.13  લાખનો માલ મલેશિયા મોકલી અપાયો હતો. કોરોનાનું બહાનું ધરી પેમેન્ટમાં વિલંબ કરતા હતા. રાજેશભાઇ ખુદ મલેશિયા પેમેન્ટ લેવા ગયા છતાં પેમેન્ટના નામે ઠેંગો બતાવાયો હતો. કોલ કરે તો એલફેલ બોલી ગેરવર્તણૂંક કરતા હતા અને બાદમાં ધાક-ધમકી આપતા હતા. 

પોલીસે પુત્ર અબ્દુલની ધરપકડ કરી

અંતે  ચીટિંગનો અહેસાસ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. રાજેશ રોટલીવાલાએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે અબ્દુલ કાદીરખાન બશીરખાન, તેના પિતા બશીરખાન અને પત્ની હીરલ સામે  68.13 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે પુત્ર અબ્દુલની ધરપકડ કરી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
'બંગાળ બચી ગયું...' અઢી મહિના સુધી બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરનારા સુરતના દીપ પ્રજાપતિએ ખોલી TMCની ગુંડાગીરીની પોલ
'બંગાળ બચી ગયું...' અઢી મહિના સુધી બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરનારા સુરતના દીપ પ્રજાપતિએ ખોલી TMCની ગુંડાગીરીની પોલ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Barrier-Free Toll Plaza: સુરતમાં શરુ થયું દેશનું સૌપ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ ટેક્સ, ઓટોમેટિક ટોલ કપાશે 
Barrier-Free Toll Plaza: સુરતમાં શરુ થયું દેશનું સૌપ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ ટેક્સ, ઓટોમેટિક ટોલ કપાશે 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
Embed widget