શોધખોળ કરો

ગુજરાતમાં કયા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જોવા મળી જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 38 ટકા જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 38 ટકા જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉમરપાડામાં મોહન નદી આસપાસના 8થી વધુ ચેકડેમ ભારે વરસાદના કારણે છલકાયા હતા. આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચના અંકલેશ્વર અને જંબુસરમાં પણ વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં ધોધમાર વરસાદને પગલે લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું હતું. ડાંગના વઘઈમાં પણ 4 ઈંચ વરાસદ વરસ્યો તો આ તરફ ખેડાના મહુધામાં ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. આ તરફ દ્વારકા, ખંભાળિયા અને ભાણવડમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકામાં 2 ઈંચ, ભાણવડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના ભિલોડા અને ધનસુરામાં 2-2 ઈંચ જ્યારે બાયડમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. સિઝનમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 155 ટકા, પોરબંદર જિલ્લામાં સિઝનનો કુલ 107 ટકા, જામનગર જિલ્લામાં સિઝનો કુલ 101 ટકા, કચ્છમાં સિઝનનો કુલ 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget