શોધખોળ કરો

‘તું મારી સાથે કેમ વાત કરતી નથી’, નહી કરે તો હું મરી જઇશ અથવા તો તને મારી નાખીશ’

સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે છેડતી થયાની ઘટના બની હતી. શહેરના ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન જતી વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હતી

સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે છેડતી થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન જતી વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હતી. આ મામલે આરોપી રાહુલ પાટીલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, ધોરણ 12માં અભ્યાસ કરતી પીડિતા ટ્યુશન જઇ રહી હતી તે દરમિયાન આરોપી રાહુલ તેની પાસે આવ્યો હતો કે તેનો હાથ પકડીને  "મારી સાથે કેમ નથી બોલતી "તેવું કહી લાફા ઝીંકી દીધા હતા. આરોપીએ કહ્યું હતું કે ‘તું મારી સાથે કેમ વાત કરતી નથી અને મને ગાલ પર તમાચા માર, પણ તું મારી સાથે વાત કરજે, નહી તો હું મરી જઇશ અથવા તો તને મારી નાખીશ’. આરોપી છેલ્લા કેટલાક દિવસથી પીડિતાનો પીછો કરી હેરાન કરતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

એટલું જ નહી આરોપી રાહુલ વિદ્યાર્થીનીને જો તે વાત નહિ કરે તો મરી જવાની પણ ધમકી આપતો હતો. આરોપી રાહુલથી કંટાળીને પીડિતાએ આ વાત તેના માતા પિતાને કરી હતી. બાદમાં આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.  ડિંડોલી પોલીસે આરોપી રાહુલ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય એક ઘટનામાં સુરતમાં એક યુવતીને લગ્નની લાલચે હવસનો શિકાર બનાવવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોપીપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે 34 વર્ષીય અમિત મહેતાએ તેને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી.

પીડિતાએ કહ્યું કે તે અને અમિત એક મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. અમિત મહેતા હરિયાણાનો રહેવાસી છે. અમિતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અમિતે ગાંધીનગરમાં નોકરી અને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. જોકે થોડા સમય બાદ આરોપી અમિત અચાનક ગુમ થઇ ગયો હતો. ફરિયાદમાં યુવતીએ કહ્યું કે તેને યુવકને શોધવા માટે હરિયાણા ગઇ હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અમિત પહેલેથી પરિણીત છે. હાલમાં આ કેસમાં પોલીસે અમિત મહેતા નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.                      

ટોપ સ્ટોરી

Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
Embed widget