Surat: હોમ ડિલિવરી કરવા આવનાર વિધર્મી યુવકોથી સાવધાન, યુવતીને એકલી જોઇ કરી છેડતી, યુવતીએ ચખાડ્યો મેથીપાક
સુરતમાં હોમ ડિલિવરી કરતા વિધર્મી યુવકે એક યુવતીની છેડતી કરી હોવાની ઘટના બની હતી.
સુરતમાં હોમ ડિલિવરી કરતા વિધર્મી યુવકે એક યુવતીની છેડતી કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના ભટાર ઉમરાવ નગરમાં એક વિધર્મી યુવક હોમ ડિલિવરી કરવા આવ્યો હતો. દરમિયાન તેણે એક યુવતીની છેડતી કરી હતી. બાદમાં યુવતીએ હિંમત દાખવતા યુવકને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે .
યુવતીને ઘરે એકલી જોઇને વિધર્મી યુવકે તેની એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ બુમાબૂમ કરતા સોસાયટીના લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ વિધર્મી યુવકને માર માર્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો.
સુરતમાં યુવાધન નશાના રવાડે ચડ્યું, ચાલુ સીટી બસમાં યુવકો નશો કરતાં જોવા મળ્યાં, વીડિયો વાયરલ
Surat: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે.
સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.
Surat: સુરતમાંથી દોઢ લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલર પકડાયો, જાણો કયુ મોંઘુ ડ્રગ્સ વેચતો હતો ?
Surat: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય એવી પરિસ્થિતિ હાલમાં લાગી રહી છે. અમદાવાદ અને અન્ય સ્થળો બાદ ડ્રગ્સ અને ગાંજાની હેરાફારીની ઘટનાઓ બાદ હવે સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સની લે-વેચ સામે આવી છે. પોલીસે આજે સુરતમાંથી એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી મેફેડ્રૉન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી પ્રમાણે, સુરતમાંથી રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરતાં એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થાનો પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં M.D ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે, પોલીસ દોઢ લાખનું 14 ગ્રામ જેટલુ ડ્રગ્સ પણ કબજે કર્યુ છે. પોલીસે આ મામલામાં ફરહાન નામના ડ્રગ્સ પેડલરની અટકાયત કરી છે