શોધખોળ કરો

Surat: સુરતમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

સુરત: શહેરમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. એસવીએનઆઇટીની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી.

સુરત: શહેરમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. એસવીએનઆઇટીની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી. પોતાની જ રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જો કે,  આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, સાચી વાત તો પોલીસ તપાસ બાજ સામે આવશે.

સુરતમાં દાદી સાથે રમતું દોઢ વર્ષનું બાળક બીજા માળેથી નીચે પટકાતા મોત

સુરત: શહેરમાં એક બાળકની મોતની કરુણ ઘટના સામે આવી છે. બીજા માળેથી પટકાતા બાળકનુ કરુણ મોત થયું છે.  દાદી સાથે તડકામાં બેસાડેલો પૌત્ર પડી જતા મોત નિપજ્યું. સરથાણા ખાતે યોગેશ્વર નગર સોસાયટીમાં આ કરુણ ઘટના બની છે. બાળક રમતા રમતા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજ ઘેરા શોકમાં ગરકાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકનું નામ વર્ણી હતું અને તેમના પિતાનું નામ હીરેન છે, હિરેન વ્યવસાયે રત્ન કલાકાર છે. એકના એક સંતાનનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.

અમદાવાદમાં કોર્પોરેટરને લોકોએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં કોર્પોરેટરને લોકોએ મેથીપાક ચખાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કોર્પોરેટરને લોકોએ જાહેરમાં માર મારતા ચકચાક મચી છે.  નિકોલ શિવાજી ચોક પાસે માર માર્યો હોવાની માહિતી સામે આવી છે. કોર્પોરેટર બળદેવભાઈ પટેલનો લોકોએ ઉધડો લીધો હતો. ટીપી મંજુર થતા કાઉન્સિલર સમજાવટ માટે ગયા હતા. આ દરમિયાન ઝપાઝપી થયા બાદ કાઉન્સિલરને ચક્કર આવતા કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.

ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget