શોધખોળ કરો

કુમાર કાનાણીએ ગુજરાતમાં હેલ્મેટ-સીટ બેલ્ટનો દંડ નહીં વસૂલવા હર્ષ સંઘવીને લખ્યો પત્ર, વાંચો આખો પત્ર

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ જ પોલીસ પર ઉઘરાણી કરવાના આરોપ લગાવ્યા છે. કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસોની ડ્રાઈવ રદ કરવાની માંગ કરી છે.

સુરતઃ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ જ પોલીસ પર ઉઘરાણી કરવાના આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસોની ડ્રાઈવ રદ કરવાની માંગ કરી છે. કાનાણીએ પત્રમાં લખ્યુ કે સામાન્ય પ્રજા હાલ જ કોરોના બંધનમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ અંતર્ગત દંડની વસુલાત ખુબ જ મુશ્કેલીજનક છે.

કુમાર કાનાણીએ ગુજરાતમાં હેલ્મેટ-સીટ બેલ્ટનો દંડ નહીં વસૂલવા હર્ષ સંઘવીને લખ્યો પત્ર, વાંચો આખો પત્ર

કુમાર કાનાણીએ પત્રમાં પોલીસ પર આરોપો લગાવ્યો કે શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને વાહન ચાલકો પાસેથી બેફામ રીતે પૈસાની ઉઘરાણી કરી રહેલ છે. તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલમેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવા માટે ભલામણ કરતો પત્ર લખ્યો છે.

નોંધનીય છે કે, 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહનચાલકને ભારે પડશે. આ માટે રાજ્યની સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ નવા નિયમોનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી 6થી 15 માર્ચ સુધી લાગુ રહેશે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા યોજવા માટે કહેવામાં આવ્યું છે.

સ્પેશિયલ ડ્રાઈવમાં ખાસ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે  હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિનાના વાહનચાલક માટે કરવા જણાવ્યું છે. જેમાં પીયૂષ પટેલે પરિપત્ર જાહેર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપવામાં આવી છે.  અને જે આ સૂચનાનું પાલન ન કરે તેમને કડક દંડ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ આપવા માટે આ પરિપત્રમાં જણાવ્યું છે. ત્યારે હવે જો આ નવ દિવસોમાં તમે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમને દંડ ભરવો પડી શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget