શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલનું વજન 97 કિલો પણ કોણે 4 કિલો ચાંદી ઉમેરીને આપી 101 કિલો ચાંદી, પાટીલે આ ચાંદી કોને આપવાનું કર્યું એલાન ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુરતમાં રજત તુલા યોજાઈ હતી.
સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુરતમાં રજત તુલા યોજાઈ હતી. સુરતના જૈન સમાજ દ્વારા પાટીલને ચાંદીથી તોલીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.. પાટીલને 101 કિલો ચાંદી સાથે તોલીને આ ચાંદી તેમને અર્પણ કરાઈ હતી. પાટીલે આ તમામ ચાંદી જુદી જુદી સામાજિક સંસ્થાઓને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
આ રજત તુલામાં પાટીલનું વજન 97 કિલો થયું હતું પરંતુ પાટીલ રજતતુલા સન્માનના કન્વિનર રાજેશ શાહે તેમાં પોતાના તરફથી 4 કિલો ચાંદી ઉમેરીને 101 કિલો ચાંદી અર્પણ કરાઈ હતી. અર્પણ કરાયેલી તમામ ચાંદીનો ઉપયોગ સેવા કાર્યમાં કરવાવાની પાટીલે તાત્કાલિક જાહેરાત કરી દીધી હતી. તમામ 101 કિલો ચાંદીને જૈન સહિત અન્ય સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાની યાદી તૈયાર કરી તેમને સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. આ યાદી ટૂંક સમયમાં બહાર પડાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement