શોધખોળ કરો

Surat: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG પમ્પ બંધ રહેતા વાહન ચાલકોની મુશ્કેલી વધી

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કમિશન વધારવાના માંગ સાથે CNG પમ્પ બંધ રહેતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.

સુરત:  સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કમિશન વધારવાના માંગ સાથે CNG પમ્પ બંધ રહેતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. કમિશન વધારાના મુદ્દાને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ સંચાલકોએ આજે (સોમવારે)  બંધ પાળ્યું હતું. જો ઉકેલ નહીં આવેલ તો આગામી 16 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સુરત શહેરમાં મોટાભાગના રિક્ષા ચાલકો સીએનજી ધારકો છે. શહેરમાં દોડતી રિક્ષા મહદઅંશે સીએનજીથી દોડે છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા કમિશન વધારવાના મુદ્દાને લઈને વારંવાર કરવામાં આવતી રજૂઆત છતાં પણ કમિશનમાં વધારો ન થતા આખરે સીએનજી પમ્પના માલિકોએ હડતાળ ઉપર ઉતારવાના નિર્ણય કર્યો છે. પમ્પ બંધ રહેતા સીએનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો સીએનજી ગેસનો ઉપયોગ કરે છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીએનજીના કમિશનમાં વધારો કરવામાં ન આવતા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે શહેરના તમામ સીએનજી પમ્પ બંધ રહ્યા છે. 6 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી સીએનજી પમ્પ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીએનજી પમ્પના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત છતાં પણ એમની વાતને સાંભળવામાં આવી નથી. સીએનજીના કમિશનની અંદર વધારો કરવામાં આવ્યો નથી. સુરતમાં અંદાજિત સીએનજી પર ચાલતી રિક્ષાઓની સંખ્યા 1.50 લાખથી 2 લાખ જેટલી છે. બીજી તરફ શહેરમાં કાર તેમજ અન્ય વાહનોની સંખ્યા પણ મોટી છે. સીએનજી પંપ બંધ થતાંની સાથે જ લાખો વાહનોના પૈડા આજે થમી ગયા છે. એવી જ રીતે સ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. તમામ સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.


રિક્ષા ચાલકોએ જણાવ્યું કે, સુરતના તમામ સીએનજી પમ્પ બંધ હોવાને કારણે અમને ભારે હાલાકી થઈ રહી છે. સવારે જ્યારે સીએનજી ફરવા માટે પંપ ઉપર પહોંચ્યો ત્યારે જોયું તો પંપ બંધ હતું. મારા જેવા એવા ઘણા રિક્ષા ચાલકો છે કે, તેમને ખબર ન હતી કે, આજથી સીએનજી પમ્પની હડતાળ શરૂ થઈ રહી છે. અમારી રિક્ષાઓમાં સીએનજી ન હોવાને કારણે રિક્ષા બંધ પડી છે. સીએનજી રિક્ષા ચલાવીને જ અમારી રોજી રોટી ચાલે છે. ત્યારે અમારે હવે આજે આવક મળશે નહીં. આ પ્રકારે રિક્ષા ચાલક કોઈની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ ખરાબ થાય છે. રોજ કમાઈને રોજ ખાવાવાળા રિક્ષા ચાલકો સીએનજી પમ્પ બંધ હોવાને કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાશે. 

ટોપ સ્ટોરી

વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget