શોધખોળ કરો
સુરતઃ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને લાગ્યો કોરોનાનો ચેપ, પતિ-બાળકોનો બીજો રિપોર્ટ આવ્યો નેગેટિવ, જાણો વિગત
શહેરના વોર્ડ નંબર- 4ના મહિલા કોર્પોરેટર મમતા સવાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરત: શહેરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને કોરોનાનો ચેપ વાગ્યો છે. શહેરના વોર્ડ નંબર- 4ના મહિલા કોર્પોરેટર મમતા સવાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતત સેવાકાર્યમાં વ્યસ્ત રહેતા મહિલા કોર્પોરેટરને કોરોના થયો છે. મહિલા કોર્પોરેટર સહિત પતિ અને 2 બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ, પતિ અને બંને બાળકો બીજા રિપોર્ટમાં નેગેટિવ આવ્યા છે. મમતા સવાણીનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ મમતા સવાણી હોમ આઇસોલેશનમાં છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર ની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
Before You Go
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત





















