શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના વધુ એક ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? કઈ જગ્યાએ કરાયા આઈસોલેટ? જાણો
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાનો ચેપ લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય કાંતિ બલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કાંતિ બલરે સુરતની કિરણ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો.
સુરતમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે ત્યારે ઉત્તર વિધાસનભાના ધારાસભ્ય કાંતિ બલરે અચાનક શરીરમાં દુખાવો આવતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. કાંતિ બલરે સુરતની કિરણ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ઘરમાં જ આઈસોલેટ કરાયા હતાં.
મહત્વની વાત એ છે કે, કિરણ હોસ્પિટલની દેખરેખ હેઠળ હાલ કાંતિ બલરની સારવાર ચાલુ છે જ્યારે તેમની તબિયત વધુ બગડશે તો તેમને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, 3 દિવસમાં ગુજરાત ભાજપના 7 નેતા સંક્રમિત થઈ ચુક્યા છે. આ તમામ નેતાઓની સારવાર ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion