શોધખોળ કરો

Navsari : આજે ફરી કોરોનાના 5 કેસ નોંધાયા, 5માંથી બે તો વિદ્યાર્થી

નવસારી જિલ્લામાં આજે ૦૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગઈ કાલે જિલ્લામાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35એ પહોંચી છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં કોવિડના કેસો આવ્યા છે.

નવસારીઃ નવસારી જિલ્લામાં આજે ૦૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગઈ કાલે જિલ્લામાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35એ પહોંચી છે. ગણદેવી અને ચીખલી તાલુકામાં કોવિડના કેસો આવ્યા છે. ૫ પૈકી ૦૨ વિધાર્થીઓ પણ પોઝિટિવ છે. ખેરગામ તાલુકામાં આવેલ સરસિયા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીઓ પોઝિટિવ છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં 50, વલસાડમાં 25, તાપીમા 3, નર્મદામાં 1 અને ભરુચમાં 2 એક્ટિવ કેસો છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદમાં 148 છે. આ પછી વડોદરામાં 100 એક્ટિવ કેસો છે. આ પછી જામનગરમાં 70 એક્ટિવ કેસ છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 53  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 53 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,644 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે  3,31,226 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 13, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, કચ્છમાં 3, આણંદમાં બે, જામનગરમાં બે, જામનગર કોર્પોરેશનમાં 2, ભરૂચમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, પંચમહાલમાં એક, રાજકોટમાં એક અને વલસાડમાં એક 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 555  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 550 નાગરિકો સ્ટેબલ છે. 8,17,644  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16ને પ્રથમ અને 1148 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9525 લોકોને પ્રથમ અને 76,508 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 33,189 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,10,840 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,31,226 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,61,97,651 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget