શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ ગુજરાતના કયા 3 જિલ્લા માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર? જાણો વિગત

રાજ્યમાં માત્ર 5 જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ત્રણ દક્ષિણ ગુજરાતના, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને તાપી જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ, રાજ્યમાં માત્ર 5 જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ત્રણ દક્ષિણ ગુજરાતના, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતનાજિલ્લાઓની વાત કરીએ તો આ ત્રણેય જિલ્લાઓમાં અત્યારે 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ડાંગમાં ગુજરાતમાં સૌથી ઓછા માત્ર 15 જ એક્ટિવ કેસો છે. જેથી આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. ડાંગ માટે સૌથી સારી વાત એ પણ છે કે, અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ પછી વલસાડ જિલ્લામાં 38 અને તાપી જિલ્લામાં 46 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં 22 એક્ટિવ કેસો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં 42 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 100થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 79, ખેડામાં 69, મહીસાગરમાં 89, નર્મદામાં 77, નવસારીમાં 64 એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 2550 એક્ટિવ કેસો છે. આ પછી ભરુચમાં 255 એક્ટિવ કેસો છે. આ સિવાયના એક પણ જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો નથી. ગુજરાતમાં કોરોનાના નવા કેસો સામે દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. તેમજ અત્યારે આ દર 86 ટકાને પાર થઈ ગયો છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસથી નવા આવનારા કેસો કરતા વધુ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ, ગુજરાતમાં 16,485 એક્ટિવ કેસો છે. ગઈ કાલે નવા 1311 કેસ નોંધાયા હતા. જેની સામે 1414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે રાજ્યનો સાજા થવાનો દર 86.35 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ, 1,26,657 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. ગુજરાતમાં હાલ, અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. પરંતુ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. ગઈ કાલે રાજ્યમાં 1311 કોરોના કેસ નોંધાયા હતા. તેમજ વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 પર પહોંચ્યો છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Embed widget