શોધખોળ કરો
ધનતેરસના દિવસે જ મેઘરાજાની એન્ટ્રી! સુરતમાં ગરમી પછી જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો, IMDની વધુ ત્રણ દિવસ આગાહી
ધનતેરસના પાવન પર્વ પર, ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે, શહેરના વેસુ સહિતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Surat rain: આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દરમિયાન, હવામાન વિભાગે આગામી 20, 21 અને 22 તારીખે પણ રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
1/5

પર્વ-તહેવારોના માહોલ વચ્ચે, સુરતના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. ધનતેરસની સાંજે, શહેરભરમાં અનુભવાતા ભારે બફારા અને ગરમીથી લોકો પરેશાન હતા, ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે જોરદાર વરસાદ શરૂ થયો હતો.
2/5

વેસુ સહિતના ઘણા વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ પણ નોંધાયો હતો. સુરતની ધમધમતી બજારમાં આ અણધાર્યા વરસાદને કારણે ધનતેરસની ખરીદીમાં થોડો વિઘ્ન પણ પડ્યો હતો.
Published at : 18 Oct 2025 04:58 PM (IST)
આગળ જુઓ
Advertisement





















