શોધખોળ કરો
Advertisement
રાજ્યના કયા શહેરમાં અચાનક વરસાદ તૂટી પડતાં રસ્તા થઈ ગયા પાણી પાણી, જાણો વિગત
અમુક લોકો વરસાદમાં પલળવાથી બચવા માટે ઓવરબ્રિજ નીચે ઉભા રહી ગયા હતાં.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કહેર વચ્ચે આજે ભર બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોટા છાંટાએ વરસાદ પડતાં અનેક વિસ્તારો ગણતરીની મીનિટોમાં પાણી પાણી થઈ ગયા હતા.
શહેરના અઠવા, મજુરા, ઘોડદોડ રોડ,પારલે પોઇન્ટ, વેસુ, ઉધના, લિંબાયત, પાલ અડાજણ, સ્ટેશન વિસ્તાર, મહિધરપુરા હીરા બજાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં અચાનક વરસાદ તૂટી પડતાં રસ્તા પરથી પસાર થતા લોકોને પલળવું પડ્યું હતું.
અમુક લોકો વરસાદમાં પલળવાથી બચવા માટે ઓવરબ્રિજ નીચે ઉભા રહી ગયા હતાં. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી ઝાપટાથી શહેરના તાપમાનમાં પણ ઘટાડો થયો હતો.
દેશના આ મોટા રાજ્યએ 31 ઓક્ટોબર સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion