શોધખોળ કરો

Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર

હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સુરત: હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભારાય છે. 

પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં

સુરત શહેરમાં ફરી એક વખત પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા ભેસ્તાન-સચિન માર્ગ બંધ છે. મુખ્ય માર્ગ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરત શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. 

2 ઈંચથી વધારે વરસાદમાં જ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણીના કારણે જનજીવનને અસર થઈ છે. મેઘરાજાએ ફરી સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આજે 12 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ

રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget