શોધખોળ કરો
Advertisement
સુરત: અલગ રહેતી પત્ની બોયફ્રેન્ડ સાથે માણતી હતી પાણીપુરી મજા ને પતિ જોઈ ગયો પછી.....
રત્નકલાકારે પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે કામરેજમાં પાણી પુરી ખાતા જોયા બાદ તેની પાસે છુટાછેટા માંગતા ઝઘડો થયો હતો.
સુરતના સીમાડા ગામમાં રહેતા રત્નકલાકારે પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે કામરેજમાં પાણી પુરી ખાતા જોયા બાદ તેની પાસે છુટાછેટા માંગતા ઝઘડો થયો હતો. ઝઘડામાં રત્નકલાકારને પત્ની, સાળા અને બોયફ્રેન્ડે લાકડાના ફટકાથી માર માર્યો હતો. તો સામે પત્નીએ પણ પતિ સામે સોસાયટીના ગેટ પાસે રોકી કમર, ગાલ અને કાનના ભાગે પાસે ચપ્પુના ઘા માર્યા હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સરથાણા શ્યામધામ મંદિર પાસે પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન હરેશભાઈ ભલાણી (ઉ.વ.30)ના લગ્ન 33 વર્ષીય રત્નકલાકાર હરેશ ગોરધનભાઈ ભલાણી (રહે.37, પટેલ પાર્ક સોસાયટી, સીમાડા ગામ, સુરત) સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હોવાથી પોણા બે વર્ષથી તેઓ અલગ રહે છે.
આ દરમિયાન ગત સાંજે પાંચ વાગ્યે સંગીતા કામરેજમાં મિત્ર ગીગા કાબા સાથે પાણીપુરી ખાતી દેખાતા હરેશે તેની પાસે છૂટાછેડાની માંગણી કરી હતી. ત્યાર બાદ હરેશ સંગીતની પાછળ તેની સોસાયટીના ગેટ સુધી ગયો હતો. ત્યાં સંગીતા, તેના ભાઈ પ્રકાશ અને બોયફ્રેન્ડ ગીગા કાબાએ લાકડી વડે માર માર્યો હતો. આ અંગે હરેશે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો સામા પક્ષે સંગીતાએ પણ હરેશ વિરૂદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હરેશે તેને રસ્તામા રોકી ગાળાગાળી કરી હતી અને તેની પાછળ સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ તેની સાથે ઝઘડો કરી કમર, ગાલ અને કાનના ભાગે પાસે છરી જેવા હથિયારથી ઇજા પહોંચાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement