(Source: ECI/ABP News/ABP Majha)
SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી
સુરત: શહેરની કિરણ હોસ્પિટલ કે જેણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે મોટી જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં જટીલ બિમારીથી પીડાતા 10 વર્ષ સુધીના 750 બાળકોની વિના મૂલ્યે સર્જરી કરવાની જાહેરાત કરી છે.
સુરત: શહેરની કિરણ હોસ્પિટલ કે જેણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે મોટી જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં જટીલ બિમારીથી પીડાતા 10 વર્ષ સુધીના 750 બાળકોની વિના મૂલ્યે સર્જરી કરવાની જાહેરાત કરી છે. કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણીએ આ જાહેરાત કરી છે. ગંભીર બીમારીથી પીડાતા બાળકોને બીમારીમંથી મુક્તિ અપાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તદુપરાંત જન્મજાત જટીલ બીમારીઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલે આયોજન કર્યું છે.
કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લૂનો કહેર
સુરત શહેરમાં કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લૂના કેસે હવે રફતાર પકડી છે. ત્યારે સ્વાઈન ફ્લૂના વધતા કેસોને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 5 દર્દીના મૃત્યુ
સુરત શહેરમાં કોરોનાની સાથે સ્વાઇન ફલૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસને લઈને વેન્ટિલેટર સાથે કુલ 16 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે અત્યાર સુધીમાં શહેરમાં 5 લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે.
આજે સ્વાઈન ફ્લૂના 5 નવા કેસ મળી આવ્યા
આજે 12 ઓગસ્ટે સુરત શહેરના નાના- વરાછા, મોટા વરાછા અને કતારગામ વિસ્તારમાંથી સ્વાઈન ફ્લૂના કુલ 5 કેસ મળી આવ્યા હતા. આ તમામ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એમ કુલ મળીને અત્યાર સુધીમાં શહેરમાં 93 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે.હાલ 14 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 2 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં વધી રહ્યાં છે સ્વાઇન ફલૂના કેસો
વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઇન ફલૂના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો
વડોદરા શહેરમાં સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ નો ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે, શહેર ની સયાજી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ અને જમનાબાઈ ત્રણે સરકારી હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે, સરકારી ચોપડે અલગ આંકડા જોવા મળી રહ્યા છે, કેમકે ખાનગી હોસ્પિટલ ના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી,
તાવ અને ઝાડા-ઉલટીના કેસો પણ વધ્યા
વરસાદ બાદ ઓપીડી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે બીજી તરફ 32 અર્બન હેલ્થ સેન્ટરમાં રોજની 80 થી વધુ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગચાળાના આંકડામાં માત્ર 300 અને ઝાડા ઉલટીના 66 દર્દી બતાવ્યા છે.પરંતુ હકીકત એ છે કે શહેરની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 2000 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.