સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકાએ બહાર પાડ્યું નવું ફરમાન
પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા પાલિકાએ નવું ફરમાન જારી કર્યું. 1 જુલાઈથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2021નું નવું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ.
સુરત: પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા સુરત પાલિકાએ નવું ફરમાન જારી કર્યું છે. 1 જુલાઈથી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે. સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2021નું નવું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ. ગેઝેટમાં દર્શાવ્યા મુજબ અમલ કરાવવા માટે પાલિકાએ ફરમાન કર્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતી સંસ્થાઓ સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે 50 અને 75 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના પ્રતિબંધનો અમલ માત્ર કાગળ પર છે.
મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ
સુરતના મોટા વરાછામાં સુરત મહાનગર પાલિકા દ્વારા બનેલા CC રોડની કામગીરીમાં થયેલી ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. 3.34 કિમી CC રોડનો 10% હિસ્સો જ 'ગાયબ' હોવાનો આરોપ લગાવાયો છે અને 21.28% કામ ખરાબ છતાં કોન્ટ્રાક્ટરને ફુલ પેમેન્ટ કરી બીજા પ્રોજેક્ટોની લહાણી કરાઈ હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.આ ઘટનામાં ગ્રીન ડિઝાઇન & એન્જિનિયરિંગ તેમજ જે.પી. સ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવા માગ કરાઈ છે.
રોડનો 10 ટકા ભાગ જ ગાયબ
સુરતમાં નવા બનાવેલા રોડનો હિસ્સો જ 'ગાયબ' થઈ ગયો હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા લગાવાયો છે. સુરતના મોટા વરાછામાં બનાવાયેલા 3.34 કિમીના સિમેન્ટ-કોંક્રીટની કામગીરીમાં ભારે ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. આનો રેલો છેક ગાંધીનગર પહોંચતાં શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો છે. આ CC રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રોડમાં કામગીરી કરનાર ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગ અને જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લિ.ને બ્લેક લિસ્ટ કરવાને બદલે બંનેને અત્યાર સુધીમાં રુ. 35.27 કરોડ ચૂકવવામાં આવ્યા છે.35 કરોડ ચૂકવાયા, પણ કામગીરી સાવ થર્ડ ક્લાસ હોવાનો આરોપ છે.
ગ્રીન ડિઝાઈન અને જે.પી.સ્ટ્રક્ચરએ કર્યું છે આ કામ
CC રોડ બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે ગ્રીન ડિઝાઈનને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને એ માટે કામ આપ્યું હતું. રોડ ટેન્ડરની શરતો પ્રમાણે બને એ માટે 2 ડિસેમ્બરે રૂ. 51.24 લાખના વર્ક ઓર્ડર તેમજ 5 ઓગસ્ટે રૂ.22.77 લાખથી બીજા વર્ક ઓર્ડરથી વધારાનું કામ આપ્યું હતું. PMC તરીકે ગ્રીન ડિઝાઈનને કુલ રૂ. 74.01 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી હતી છતાં PMCએ તેના કામમાં વેઠ ઉતારીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને જ મદદ કરી હતી. અત્યારસુધીમાં કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને રૂ.34.14 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















