Raksha Bandhan 2021: કેંદ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને બાંધી રાખડી
આ વર્ષના રક્ષા બંધના પર્વે સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત હોવાથી બહેન દિવસમાં ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશે, આ વર્ષે 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી શુભ મૂહૂર્ત છે.
આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સુરતમાં અનોખી રક્ષાબંધન ની ઉજવણી જોવા મળી. સુરત ભાજપના સાંસદ અને કેંદ્રીય મંત્રી દર્શનાબેને નવસારી ભાજપના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશે (darshana jardosh) ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી હતી.
દર્શના જરદોશે સીઆર પાટીલ (cr patil) ને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થય માટેની પ્રાર્થના કરી છે. સુરતના સાંસદ દર્શના જરદોશ હાલ કેન્દ્રિય રેલવે અને કાપડ રાજ્યમંત્રી છે. તો નવસારીના સાંસદ સીઆર પાટીલ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ છે. સીઆર પાટીલને રાખડી બાંધીને દર્શના જરદોશે તેમની પાસેથી ગુજરાતની તમામ માતાઓ-દીકરીઓ અને રાજ્યના રક્ષા માટેની ભેટ માંગી હતી.
Raksha Bandhan 2021: આ રક્ષાબંધને બની રહ્યો છે આ યોગ,જાણો ક્યાં સમય સુધી બાંધી શકાશે રાખડી
આ વર્ષે રક્ષા બંધનનો તહેવાર 22 ઓગસ્ટે મનાવાશે. આ વર્ષના રક્ષા બંધના પર્વે સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત હોવાથી બહેન દિવસમાં ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશે, આ વર્ષે 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી શુભ મૂહૂર્ત છે.
આ વર્ષે રાખીની તિથી 21 ઓગસ્ટથી જ બેસી જાય છે અને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનમાં ઘનિષ્ઠ અને શોભન યોગ બની રહ્યો છે. આ બંને યોગ બનવાની કારણે આ પર્વનુ શુભ ફળ વધી જાય છે.
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણના શુકલ પક્ષની પૂર્ણિમા તિથિ 21 ઓગસ્ટ સાંજે 3.45 મિનિટથી શરૂ થઇને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી ચાલશે. રક્ષા બંધન ઉદયા તિથિમા 22 ઓગસ્ટે મનાવવામાં આવશે.
પૌરાણિક મહત્વની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણને મહારાણી દ્રોપદી દ્વારા શિશુપાલ વધ બાદ કપાયેલી આંગણી પર સાડીની પટ્ટી બાંધી દીધી હતી. જેને રક્ષાસૂત્ર માનતા શ્રીકૃષ્ણ ભગવાને તેને ભવિષ્યમાં રક્ષાનું વચન આપ્યું હતું. હુમાયુએ એક ભાઇની ફરજ અદા કરતા દુર્ગાવતીની રક્ષા કરી હતી.