શોધખોળ કરો

સુમુલ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 15 જૂલાઈએ યોજાશે મતદાન

સુમુલ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો.
  • ઉમેદવારીપત્રો ૨૦ થી ૨૪ જૂન ભરાશે, ૧૫ જુલાઈએ મતદાન યોજાશે.
  • ૧૭ જુલાઈએ મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.

સુમુલ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 20 જૂનથી 24 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.ત્યારબાદ 27 જૂનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે 29 જૂનથી 4 જૂલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જે બાદ 6 જુલાઈના રોજ બપોરે 12:00 કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત ચૂંટણી માટે જ મતદાન જરૂરી બનશે તો તે 15 જૂલાઈને બુધવારના રોજ સવારે 9થી સાંજે ચાર દરમિયાન યોજાશે. સુરત અને તાપી જિલ્લાના વિવિધ 16 મતદાર વિભાગો માટે જુદા જુદા મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ 17 જૂલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. 

ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાતા જ સુરત અને તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આગામી 15 જુલાઈના રોજ સુમુલ ડેરીના તમામ 16 મતદાર વિભાગો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યાં પશુપાલકો અને સહકારી મંડળીના પ્રતિનિધિઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતી આ ડેરી પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપ પ્રેરિત પેનલો અને અન્ય સહકારી નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના છે. જાહેરનામું બહાર પડતાં જ અત્યારથી જ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

સુરત અને તાપી જિલ્લાના વિવિધ 16 મતદાર વિભાગો માટે જુદા જુદા મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.  જેમાં મુખ્યત્વે સુમુલડેરી (સુરત),  ટી.એચ.આર. પ્લાન્ટ (ચલથાણ), નવી પારડી ડેરી, એ.પી.એમ.સી. (માંડવી, ઉમરપાડા, કુકરમુંડા, ડોલવણ), વાંસકુઇ, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક (માંગરોલ), સુરત જિલ્લા સહકારી સંઘ (બારડોલી),  ઉચ્છલ, નિઝર અને બાજીપુરા શીત કેન્દ્ર તથા વ્યારા અને સોનગઢ ખાતેના વિવિધ હોલ અને વિદ્યાલયોનો સમાવેશ થાય છે.  મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17 જુલાઈને શુક્રવારના રોજ સવારે 11 કલાકે સુમુલ ડેરી, સુરત ખાતે આવેલા બેન્કવેટ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ તરત જ પરિણામો જાહેર કરવામાં આવશે.                    

Frequently Asked Questions

સુમુલ ડેરીના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત ક્યારે કરવામાં આવી?

સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે.

સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાન ક્યારે યોજાશે?

જો મતદાન જરૂરી બનશે તો તે 15 જુલાઈ, બુધવારના રોજ સવારે 9થી સાંજે 4 દરમિયાન યોજાશે. સુરત અને તાપી જિલ્લાના 16 મતદાર વિભાગોમાં મતદાન થશે.

સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે?

મતદાન પૂર્ણ થયા બાદ 17 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે ચૂંટણીનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

સુમુલ ડેરીની ચૂંટણીમાં કયા જિલ્લાઓના મતદાર વિભાગોનો સમાવેશ થાય છે?

સુમુલ ડેરીની ચૂંટણીમાં સુરત અને તાપી જિલ્લાના વિવિધ 16 મતદાર વિભાગો માટે મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget