શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના કયા ટોચના નેતા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી ? જાણો શું છે મામલો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેવા જ સમયે કોંગ્રેસમાં વિખવાદ ફરી સામે આવ્યો છે.
સુરત : શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ જામીન પર છુટકારો થયો હતો. કોંગ્રેસ કાર્યાલયની ખુરશી મંડપ ડેકોરેશન વાળા લઈ જતા સેવાદળ ના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે વિવાદ થયો હતો. જેને લઈ ધર્મેશ મિસ્ત્રીએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં બેફામ ગાળો બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબરે કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી. જેમાં કાર્યક્રમ બાદ મંડપ ડેકોરેશનવાળા કોંગ્રેસ કાર્યાલયની ખુરશી લઈ ગયા હતા. આ બાબતે બાબુ રાયકાને પૂછતાં મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો અને તેને લઈ પોલીસ ફરિયાદ થઈ હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેવા જ સમયે કોંગ્રેસમાં વિખવાદ ફરી સામે આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement