શોધખોળ કરો
Advertisement
સુરતમાં માતાએ હોમવર્ક ન કરતી હોવાની શિક્ષકને કરી ફરિયાદ, દીકરીએ આપઘાત કર્યો
ઉત્તરાયણના દિવસે માતાએ હોમવર્ક ન કરવા બાબતે ટીચરને કહેતાં લાગી આવ્યું હતું. માતાએ દીકરીને હોમવર્ક ન કર્યું હોવાનું તેના ટીચરને ફોન કરી જાણ કરી હતી.
સુરત : સુરત શહેરમાં અભ્યાસને લઈ માતાએ ઠપકો આપતા દીકરીને આપઘાત કરી લીધો હતો. સુરતની આ કરૂણ ઘટનાના પગલે મૂળ મહેસાણાના પટેલ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. પરિવારે એકની એક લાડકવાયી ગુમાવતા આક્રંદ છવાઈ ગયો હતો. મૃતક ખુશી પટેલ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.
બનાવની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વતની પ્રકાશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ડીંડોલીના આલોક રેસિડન્સી વિસ્તારમાં રહે છે. ગઈકાલે તેમનો પરિવાર ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક તેમની પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી.
સુરતના ડીંડોલીમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. ઉત્તરાયણના દિવસે માતાએ હોમવર્ક ન કરવા બાબતે ટીચરને કહેતાં લાગી આવ્યું હતું. માતાએ દીકરીને હોમવર્ક ન કર્યું હોવાનું તેના ટીચરને ફોન કરી જાણ કરી હતી.
કોઈને પણ જાણ કર્યા વગર વિદ્યાર્થિની એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલી આલોક રેસિડેન્સીમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય ખુશી પ્રકાશભાઈ પટેલે આપઘાત કર્યો હતો. પિતા ઝેરોક્ષની દુકાન ચલાવતા હોવાનું અને મૂળ મહેસાણાના વતની હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણના રોજ ઓનલાઈન અભ્યાસના હોમવર્ક બાબતે માતાએ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ હોમવર્ક નથી કર્યું તેમ ફરિયાદ કરતાં ખુશીને લાગી આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement