શોધખોળ કરો

સુરતનો પરિવાર અંબિકા નદીમાં ડૂબ્યો, પરિવારમાં એક પણ મહિલા ન બચી, જાણો કેટલાના થયા મોત?

સુરત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી.

સુરતઃ મહુવાના કુમકોતર સ્થિત જોરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો. ડુબેલા પાંચ સભ્યોમાંથી ત્રણની લાશ મળી આવી છે, જ્યારે નવદંપતી હજુ લાપતા છે. દીકરાના એક જ મહિના પહેલા લગ્ન થયા હોવાથી પરિવાર મન્નત પૂરી કરવા માટે આવ્યો હતો. મન્નત ચઢાવી નવ દંપતી સહિત પરિવાર નદીમાં ન્હાઇ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટની હતી. જેને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હવે પરિવારમાં 2 ભાઈ, પિતા અને બાળકો રહી ગયા છે. પરિવારની તમામ મહિલાઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.55), પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.30) અને રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.27)ની લાશો મળી આવી છે. 

સુરતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી. જે મન્નત પુરી કરવા માટે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્યો દરગાહ નજીક અંબિકા નદીમાં નહાવા માટે ગયા હતા.

જોકે, નદીના પાણીમાં નવદંપતિ સહિત પરિવારના 5 સભ્યો ગરક થઈ ગયા હતા. આ નવદંપતિની પાણીમાં રાત્રે શોધ ખોળ કરવા છતાં ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સુરતથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં દીકરાને ડૂબતો જોતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ડુબ્યા હતા. જેથી પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આમ,  પરિવારના 5 સભ્યો પાણીમાં ગરક થયા હતા. 

બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નહાવા પડ્યા ન હતા. તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (ઉં.વ. 55) અને પરવીનબી જાવીદશા ફકીર (ઉં.વ.30)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.

મૃતકના નામ
રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.55)
પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.30)
રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.27)

નદીમાં ગુમ થયેલ સભ્યો
આરીફશા સલીમશા ફકીર (ઉં.વ.22)
સમીમબી આરીફશા ફકીર(ઉં.વ.18)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Embed widget