શોધખોળ કરો
Surat : મોડલ યુવતીને મોડલ યુવક સાથે બંધાયા સંબંધ, ડિવોર્સ લઈને રહેવા ગઈ લિવ ઈનમાં ને અચાનક રહસ્યમય સંજોગોમાં..........
જ્યોતિ ચતુર્વેદી મોડેલિંગ કરે છે. તેમજ તેને એક મોડેલ યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ જ્યોતિ છુટાછેડા લઈ પરિવારની મરજી વિરુદ્ધ દિપક નામના યુવક સાથે લિવ ઇનમાં રહેતી હતી.

girl_new
સુરતઃ શહેરના ગોડાદરા પર્વત પાટિયા વિસ્તારમાં મોડેલ યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જ્યોતિ ચતુર્વેદીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. લિવ ઇનમાં રહેતી મોડલે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે લિવ ઇન પાટર્નરની પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, જ્યોતિ ચતુર્વેદી મોડેલિંગ કરે છે. તેમજ તેને એક મોડેલ યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ જ્યોતિ છુટાછેડા લઈ પરિવારની મરજી વિરુદ્ધ દિપક નામના યુવક સાથે લિવ ઇનમાં રહેતી હતી. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ તપાસ પછી આત્મહત્યા પાછળનું કારણ સામે આવી શકે છે.
વધુ વાંચો





















