શોધખોળ કરો

Surat : બિઝનેસમેનની અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળવા મામલે થયો ચોંકાવનારો ધડાકો

વૃદ્ધ માત્ર અંતરવસ્ત્રો પહેરેલા હતા. તેના હાથ અને મોઢા પર કપડું બાંધેલું હતું. ઘરમાંથી સોનાની ચેઈન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. જેથી કોઈ જાણભેદુ હોવાની આશકા પોલીસને થઇ હતી.

સુરતઃ મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાની રૂમમાં રહેતા છત્તીસગઢના બિઝનેસમેનની ગળે ટુંપો આપી થયેલી હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે પાડોશી યુપીવાસી યુવાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં દારૂની મિજબાની માણી રહ્યા હતા ત્યારે નશામાં ધુત વૃદ્ધે ગાળો આપી ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા માંગતા થયેલા ઝગડામાં હત્યા કર્યાની આરોપીએ કબુલાત કરી હતી. 

સુરતમાં અમરોલી પોલીસની હદમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મોટા વરાછા સ્થિત નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિની ભાડાની રૂમમાં છત્તીસગઢના ૬૮ વર્ષીય કન્હાઈ રામ સુંદર રામ રહેતા હતા. તેઓની થોડા દિવસો પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી. 

પોલીસે તપાસ કરતા વૃદ્ધ માત્ર અંતરવસ્ત્રો પહેરેલા હતા અને તેઓના હાથ અને મોઢા પર કપડું બાંધેલું હતું. વધુમાં ઘરમાંથી સોનાની ચેઈન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. જેથી કોઈ જાણભેદુ હોવાની આશકા પોલીસને થઇ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો સોનું જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. જેથી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે સોનું જગદીશ ઠાકોરની મથુરાથી ધરપકડ કરી હતી. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અઠવાડિયા અગાઉ સોનુંએ ૫૦૦ રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા. પરંતુ કામ ન મળતા તે પરત આપી શ્ક્યો ન હતો. દરમ્યાન કન્હાઈ સોનું અને તેનો રૂમ પાર્ટનર રૂમમાં દારૂ પીવા બેઠા હતા. દરમ્યાન દારૂના નશામાં વૃદ્ધે ગાળાગાળી કરી ૫૦૦ રૂપિયા પરત માંગ્યા હતા. જેથી તેઓની વચ્ચે ઝગડો થયો હતો. જેમાં સોનુના રૂમમાંથી દારૂ પીને વૃદ્ધ પોતાના રૂમમાં જઈ રહ્યો હતો તે વેળાએ તેની પાછળ સોનું ગયો હતો અને બાદમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં તેનો મોબાઈલ અને સોનાની ચેઈન લુંટી લીધી હતી. હત્યાની જાણ સોનુંએ પોતાના રૂમ પાર્ટનરને કરી હતી. જેથી તે ગભરાઈ ગયો હતો અને બંને જણા ત્યાંથી વતન ભાગી ગયા હતા. જો કે અમરોલી પોલીસે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 
પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Today Latest News Live Update: ટ્રમ્પની હત્યા માટે ઈરાન નવી યોજના બનાવી રહ્યું છે, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીનો દાવો
Embed widget