શોધખોળ કરો

Surat: SMCના ટ્રેક્ટરે કચરો નાંખીને મહિલાને દાટી દીધી, જેસીબીએ ઉઠાવીને મોટા ઢગલામાં ફેંકી, જાણો લોકોએ કઈ રીતે મોતના મોંમાંથી મહિલાને બચાવી ?

અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પીંગ સાઇટ પાસે કચરો વિણતી મહિલા પર કચરાવાળાએ મોટા પ્રમાણમાં કચરો નાખી દીધો હતો.

સુરતઃ સુરતમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં કચરો વિણતી મહિલા પર કચરાવાળાએ કચરાનો ખડકલો કરીને તેને દાટી દીધી હતી. એ પછી જેસીબીએ મહિલાને કચરા સાથે જ મોટા ઢગલામાં ફેંકી દીધી હતી. કચરાના ઢગલાનીચે દટાઈને મહિલા ગુજરી જાય એવી સ્થિતી થઈ ગઈ હતી પણ કેટલાંક લોકોની સતર્કતાના કારણે સમયસર મહિલાને બહાર કાઢી લેવાતાં તે બચી ગઈ હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પીંગ સાઇટ પાસે કચરો વિણતી મહિલા પર કચરાવાળાએ મોટા પ્રમાણમાં કચરો નાખી દીધો હતો. તેના કારણે મહિલા કચરા નીચે દટાઈ ગઈ હતી. એ પછી કટરો ઉઠાવતી  જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઉંચકીને કચરાના મોટા ઢગલા પર નાખી દીધી હતી. મહિલા સાથે કામ કરતી બીજી મહિલાને ખબર પડતાં તેણે લોકોને જાણ કરતાં  આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.

અમરોલીમાં બવેલી ઘટના અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પિંગ સાઇટ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની ડમ્પિંગ સાઇટ પર બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન કચરો વીણતી હતી.

આ સમયે એક ટ્રેક્ટર ડ્રાયવર અને મજુરો કચરો નાખવા આવ્યા હતા. તેમણે કશું જોયા વિના જ કચરો નાખી દીધો હતો. આ કચરા નીચે નીતાબેન દબાઈ ગયા હતા. થોડા સમય સુધી નીતાબેન ના દેખાતાં રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો.

જેસીબીવાળાએ પણ આખો કચરો ઉંચકીને કચરાના મોટા ઢગલા પર ફેકી દીધો હતો. રજનીબેનને નીતાબેન કચરાની નીચે દબાઈ ગઈ હશે એવી શંકા જતાં તેણે બુમાબુમ કરી મૂકતાં લોકો ભેગાં થઈ ગયા હતા. લોકોએ સતર્કતા બતાવીને  કચરો ખસેડવા માંડ્યો હતો.  દસેક મિનિટની મહેનત પછી કચરામાંથી નીતાબેનને અધમૂઈ હાલતમાં બહાર કઢાયાં હતાં.

નીતાબેનને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget